Friday - Jul 17, 2026

મોરબીના લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં વૃદ્ધ પડી ગયા

મોરબીના લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં વૃદ્ધ પડી ગયા

મોરબી : મોરબીના શાક માર્કેટ પાછળ આવેલ લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં એક વૃદ્ધ ખબકયા હતા.સદનસીબે આ વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા તેમના જીવ બચી ગયો હતો. જો કે હજુ પણ જો આ કુંડીને ઢાંકવામાં નહિ આવે તો કોઈકનો જીવ જાય તેવી દહેશત સેવાઈ રહી છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે આજે સવારે લોહાણાપરા-2માં લાલશા હોટેલ પાછળ એક ખુલ્લી ભૂગર્ભની કુંડીમાં વૃદ્ધ ખાબકયા હતા. આ કુંડી 9થી 10 ફૂટ ઊંડી છે. વૃદ્ધ તેમાં ગંદા પાણીમાં માથા સુધી ડૂબી ગયા હતા. જો કે. સદનસીબે આ વૃદ્ધની વ્હારે યુવાનો દોડી ગયા હતા અને યુવાનોએ તેમને હેમખેમ બહાર કાઢ્યા હતા. આમ વૃદ્ધ તો હેમખેમ બચી ગયા છે પણ હવે જો આ ખુલ્લી કુંડીને ઢાકવામાં નહિ આવે તો કોઈનો જીવ જશે તેવી શકયતા સેવાઈ રહી છે. જેથી મહાપાલિકા તુરંત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.