Tuesday - Aug 11, 2026

મચ્છુ પુર દુર્ઘટનાની 47 મી વરસીએ RB NEWS પરિવાર દ્વારા દિવગંતોને કોટી કોટી નમન

મચ્છુ પુર દુર્ઘટનાની 47 મી વરસીએ RB NEWS પરિવાર દ્વારા દિવગંતોને કોટી કોટી નમન

આજે બપોરે 3-15 આસપાસ મચ્છુ ડેમ તૂટવાના સમયે 11 સાયરન સાથે મોંન રેલી કાઢી મૃતાત્માને ભારે હૈયે શ્રદ્ધાસુમન અર્પણ કરાશે

(રવિ બરાસરા) : મોરબીના કાળજે ક્યારેય પણ રૂઝાય નહિ એવા કારામાં ઘા સમાન મચ્છુ જળ પ્રલય દુર્ઘટનાના આજે 47 વર્ષ પૂર્ણ થયા છે. આટલા વર્ષો પછી એક જ ક્ષણમાં મીરબીને સ્મશાનવત કરનાર મચ્છુ જળ પ્રલય દુર્ઘટનાના ખોફનાક દ્રશ્યો આજે નજર સામે તરવરે ત્યારે સ્વજનો ગુમાવનાર પુરગ્રસ્તોની આંખમાંથી રીતસર લાચારીના આસુંઓનો બંધ તૂટી પડે છે. જેમાં 11 ઓગસ્ટ 1979ના રોજ બપોરે 3-15 વાગ્યાની આસપાસ ઉપરવાસમાં અતિભારે વરસાદથી મહાકાય મચ્છુ-2 ડેમનો એક માટીનો કાચો પાળો તૂટતા જ મચ્છુ ડેમના રાક્ષસી કદના મોજા મોરબી શહેર આંખામાં ફરી વળ્યાં અને આંખના પલકારામાં જ સમગ્ર શહેરમાં જળ તાંડવઃ થયું હોય એમ બે માળની ઇમારત ડૂબી જાય એટલું પાણી આવતા હજારો લોકોની "ભાગો જીવ બચાવો"ની મરણચીસો મોતના આગોશમાં સદાય માટે શાંત થઈ ગઈ હતી. પાણીનું જોર એટલું બધું હતું કે મોરબીમાં વિનાશ વેરીને પાણી પાડાપુલને પણ આંબી જતા આ પુલ તૂટી.જવાથી પાણી નીકળી ગયું હતું. પણ ત્યાં સુધીમાં મોરબી હતું ન હતું થઈ ગયું હતું. તેથી આજે પુર દુર્ઘટનાની 47મી વરસીએ મચ્છુ ડેમ તૂટવાના સમયે બપોરે 3-15ની આસપાસ મનપા દ્વારા 21 સાયરન સાથે મૌન રેલી કાઢવામાં આવશે. જેમાં પુરગ્રસ્તો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઈને મણીમંદિર અંદર આવેલા મૃતાત્માના સ્મૃતિ સ્તંભને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે.

સરકારના કુદરતી કોપથી દુર્ઘટનાના દાવાને એમેરિકમ છાત્રાઓએ ખોટા ઠેરવ્યા

અમેરિકાની હાવર્ડ યુનીવર્સિટીના બે વિદ્યાર્થીઓ ટોમ વૃડ અને એક મૂળ ભારતીય પણ એનઆરઆઈ ઉતપલ સાડેસરા મચ્છુ દુર્ઘટના પર રિચર્ષ કરીને આખું આખી પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં  હોનારત સર્જવાના તેમજ મચ્છુ - ર ડેમ તુટવાના સાતા કારણો મોરબીવાસીઓ સમક્ષ મુકયા છે. તત્કાલીન સરકારનો દાવો હતો કે આ ઘટના કુદરતી પ્રકોપથી સર્જાય હતી. પરંતુ અમેરીકાના છાત્રોના સંશોધનમાં આ વાત ખોટી સાબિત થઈ છે અને સરકારી તંત્રની ખામીના કારણે હોનારત સર્જાય હોવાનું ચોકવનારૂ તારણ બહાર આવ્યું છે. તેમના સંશોધન મુજબ મોરબી-માળીયા તાલુકાનાં 68 ગામડાઓની 1,53,000ની વસતિને ભારે અસર પહોંચી હતી. જેના પરીણાએ હજારો લોકો સહીત પશુઓના મોત અને લાખોનું નુકસાન થયું હતું.

સરકારનો સતાવાર  માત્ર 1439નો જ મૃત્યુઆંક

પુર દુર્ઘટના પછી તત્કાલીન સરકારે સતાવાર માત્ર 1439નો જ માનવ અને 12849નો મૃત્યુઆંક દર્શાવ્યો હતો. એ સમયે સરકારે આ દુર્ઘટનાનું તથ્ય બહાર લાવવા તેમજ સાચો મૃત્યુઆક માટે એક કમિટી બનાવી હતી. પરંતુ આ કમિટીનો અહેવાલ આવ્યો કે છુપાવ્યો તેની હકીકત બહાર આવી નથી..પરંતુ લાંબા સમય બાદ સરકારે હવે આ ઘટનાના તથ્યની કોઈ જરૂર ન હોવાનું કહીને કમિટી વિખેરીને ફાઇલ જ બંધ કરી દીધી હતી.

મચ્છુ પુર દુર્ઘટનાની 47 મી વરસીએ RB NEWS પરિવાર દ્વારા દિવગંતોને કોટી કોટી નમન