Thursday - Jul 02, 2026

મોરબીના ઓમ પીઠડીયાએ સ્કૂલ લેવલ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું.

મોરબીના ઓમ પીઠડીયાએ સ્કૂલ લેવલ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું.

મોબાઈલના યુગમાં માઈન્ડ ગેમમાં કમાલ કરી વિદ્યાર્થીઓને રાહ ચીંધી.

​મોરબી: મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તાજેતરમાં યોજાયેલી સ્કૂલ લેવલની ચેસ ચેમ્પિયનશિપમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓમ પીઠડીયાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.

​ઓમ એ મોરબીના જાણીતા ગુજરાતી એક્ટર, ડાયરેક્ટર અને રાઈટર મયુરભાઈ પીઠડીયા (જેઓ 'મયુર બાપા' તરીકે પણ પ્રખ્યાત છે) અને તેઓ જુનિયર રમેશ મેહતા તરીકે પણ ગુજરાતમાં જાણીતા છે ઓમ તેમનો પુત્ર છે. માત્ર 16 વર્ષની ઉંમરે ઓમે આ ચેસ સ્પર્ધામાં ભાગ લીધેલા અન્ય ૬ જેટલા સ્પર્ધકોને માત આપીને ચેમ્પિયનશિપમાં ફર્સ્ટ નંબર પોતાના નામે કર્યો હતો.
 

મોરબીના ઓમ પીઠડીયાએ સ્કૂલ લેવલ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું.

​આજની યુવા પેઢી જ્યાં મોબાઈલમાં ગેમ્સ રમવામાં અને સોશિયલ મીડિયા પર રીલ્સ જોવામાં પોતાનો કિંમતી સમય વિતાવે છે, ત્યારે ઓમે 'માઈન્ડ ગેમ' ગણાતી ચેસમાં સફળતા મેળવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેણે સાબિત કર્યું છે કે જો પોતાની કોઠાસૂઝ અને આવડતને યોગ્ય દિશા આપવામાં આવે તો કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકાય છે.

​પોતાની સફળતા અને મોબાઈલના ઉપયોગ અંગે વાત કરતા ઓમે જણાવ્યું હતું કે, "હું પણ મોબાઈલનો ઉપયોગ કરું છું, પરંતુ તેનો ઉપયોગ મારી ગેમ સુધારવા માટે કરું છું. હું મોબાઈલ પર ચેસ કઈ રીતે રમાય તેની ટેકનિક્સ શીખવા અને ચેસને લગતા વીડિયો જ જોવાનું પસંદ કરું છું. મોબાઈલનો સદુપયોગ કરીને મારી રમતને કઈ રીતે વધુ સારી બનાવી શકાય તે જ મારો પ્રયાસ હોય છે."
​ઓમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને તેના સગા-સ્નેહીઓ દ્વારા તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.