Thursday - Jul 02, 2026

મોરબીના રાજપર ગામે નવ દિવસીય અખંડ રામધૂન અને મહાયજ્ઞમાં હરીનામની અલખ

મોરબીના રાજપર ગામે નવ દિવસીય અખંડ રામધૂન અને મહાયજ્ઞમાં હરીનામની અલખ

સંત નાથાબાપા ભગતની સાતમી પુણ્યતિથિ યોજાયેલા ભવ્ય ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટિયા

મોરબી : સંત નાથાબાપા ભગતે છેલ્લા 48 વર્ષથી ગૃહ ત્યાગ કરી માત્ર ઈશ્વરની જ કઠોર સાધના કરી પરમ આધ્યાત્મિકની સિદ્ધિ મેળવી હતી. તેથી સંત નાથાબાપાના મોટો અનુયાયી વર્ગ તેમની જ કેડીએ હરીનામની અલખ જગાવતા હોવાની વચ્ચે તેઓએ ગામે ગામ પ્રભાતફેરી અને ધૂન શરૂ કરાવી હોય એમ મોરબીના રાજપર ગામે પણ વર્ષો પહેલાં બાપાએ રામધૂનની જ્યોત પ્રગટાવી હોવાથી સંત નાથાબાપા ભગતની સાતમી પુણ્યતિથિ નિમિત્તે મોરબી નજીક આવેલા રાજપર ગામે 9 દિવસીય અખંડ રામધૂન અને મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં ગામના લોકો અને હજારો અનુયાયીઓ ભારે શ્રદ્ધાથી ઉમટી પડ્યા છે. 18 ફ્રેબ્રુઆરીથી શરૂ થયેલી અખંડ રામધૂન નવ દિવસ એટલે 27મી તારીખની સવાર સુધી સતત ૨૪ કલાક અવિરત ચાલશે. ગામના ધૂન મંડળ, ગોપી મંડળ, પ્રતિનિધિઓ અને તમામ યુવાનો સહિત અનુંયાયીઓ રામધૂન બોલાવીને હરિણામની આહલેક જગાવી રહ્યા છે.

મોરબીના રાજપર ગામે નવ દિવસીય અખંડ રામધૂન અને મહાયજ્ઞમાં હરીનામની અલખ
મોરબીના રાજપર ગામે નવ દિવસીય અખંડ રામધૂન અને મહાયજ્ઞમાં હરીનામની અલખ

1500 લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા

ગામના યુવાન હરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર ભવ્ય ધર્મીકોત્સવ સમસ્ત ગામ દ્વારા યોજાઈ રહ્યો છે. એટલે ગામના તમામ વ્યક્તિઓ તન મન ધનથી સહકાર આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાથી નવ દિવસ માટે રસોડું શરૂ કરવામાં આવ્યું છે અને દરરોજ 1500 જેટલા લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહાપ્રસાદ માટે કોઈ બહારથી રસોઈયા બોલાવવામાં આવ્યા નથી, પરંતુ ગામના સ્ત્રી પુરુષો સાથે મળીને વિવિધ વાનગીઓની સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. રસોડામાં દરરોજ 25 બહેનો પોતાના હાથે જ દરરોજ ૧૫૦ થી ૨૦૦ જેટલા રોટલા અને ૨૫ કિલો લોટની રોટલી બનાવે છે અને ભાવિકોને પ્રેમપૂર્વક પ્રસાદ આપે છે.

ફોટા રવિ બરાસરા