Saturday - May 16, 2026

મોરબીના દલવાડી સર્કલ પાસે ટ્રકે સ્કૂટરને ટક્કર મારતા વૃદ્ધએ જીવ ગુમાવ્યો

મોરબીના દલવાડી સર્કલ પાસે ટ્રકે સ્કૂટરને ટક્કર મારતા વૃદ્ધએ જીવ ગુમાવ્યો

મોરબી : મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક ગઈકાલે સવારના સમયે જીજે - 36 - વી - 8222 નંબરના ટ્રક ચાલકે જીજે - 03 - એચએફ નંબરનું એક્ટિવા લઈને જઈ રહેલા લવજીભાઈ નકુમ રહે.બોખાની વાડી, પંચાસર રોડ, મોરબી નામના વૃદ્ધને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા લવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર હીરાલાલ લવજીભાઈ નકુમે ટ્રક ચાલક અશોકભાઇ કાનજીભાઇ ધંધુકિયા રહે.મોટા દહીંસરા વાળા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.