Tuesday - Sep 01, 2026

વાવડીમાં ડ્રેનેજ વ્યવસ્થાની મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત

વાવડીમાં ડ્રેનેજ વ્યવસ્થાની મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત

વોર્ડ નં. 1માં ભૂગર્ભ ડ્રેનેજની કામગીરીનું નિરીક્ષણ કરી સ્થાનિક પ્રશ્નો અંગે સ્થળ પર ચર્ચા

મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે ચાલી રહેલી કામગીરી વચ્ચે વોર્ડ નં. 1ના વાવડી વિસ્તારમાં મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ વ્યવસ્થા સહિતની કામગીરીનું નિરીક્ષણ કરી સ્થાનિક પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

વાવડીમાં ડ્રેનેજ વ્યવસ્થાની મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત

વાવડી વિસ્તારમાં સ્થળ મુલાકાત દરમિયાન હાલ ચાલી રહેલી વિવિધ કામગીરીની સ્થળ પર જ માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ડ્રેનેજ વ્યવસ્થાને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરી સમસ્યાના ઉકેલ માટે જરૂરી કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું.
 
વાવડીમાં ડ્રેનેજ વ્યવસ્થાની મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત

આ સ્થળ મુલાકાતમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, લાઇટિંગ સમિતિના ચેરમેન જયદીપભાઈ મહેતા, ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનીતભાઈ કુંડારિયા, પરેશભાઈ રૂપાલા સહિતના આગેવાનો અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
વાવડીમાં ડ્રેનેજ વ્યવસ્થાની મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત

મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા તથા સ્થાનિક સ્તરે રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.