Tuesday - Sep 01, 2026

મોરબીની સ્કૂલમાં શિક્ષકોને બદલે "વાલીઓએ" ઉપાડ્યા ચોક-ડસ્ટર

મોરબીની સ્કૂલમાં શિક્ષકોને બદલે

ઉમા વિદ્યા સંકુલના નવતર પ્રયોગમાં 70 જેટલા વાલીઓએ ભણાવી તેમના બાળકોને કેવું શિક્ષણ મળે છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરી

મોરબી : 5 સપ્ટેમ્બરે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે તમામ શાળાઓમાં એક દિવસ પૂરતા કોઈ એક વિદ્યાર્થી શિક્ષક બનીને ભણાવે છે. આ વર્ષોથી ચાલી આવતી પરંપરામાં ક્યારેય કોઈ બદલાવ આવ્યો જ નથી. પરંતુ મોરબીની ઉમા વિદ્યા સંકુલ નામની સ્કૂલે આ શિક્ષક દિનની પરંપરાગત ઉજવણીમાં ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે. જેમાં આ સ્કૂલે આગામી શિક્ષક દિન નિમિત્તે નવતર પ્રયોગ કરી વિદ્યાર્થીઓને બદલે તેમના વાલીઓ  તેમના જ સંતાનોને એક દિવસ સુધી કોઈ એક વર્ગખંડમાં ભણાવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પ્રથમ પ્રયાસ રૂપે 70 જેટલા વાલીઓને તેમના સંતાનોને વર્ગખંડમાં શિક્ષણ આપવાની તક આપવામાં આવી હતી. જેમાં ખાસ તો વાલીઓ શિક્ષિત કે ઉચ્ચ શિક્ષિત હોવાથી તેમને ભણાવવામાં કોઈ પ્રોબેલ્મ નડ્યો ન હતો. પણ તેમના માટે આ નવો જ અનુભવ હતો અને ઘરે બાળકો તેમનું કહ્યું માનતા ન હોય પણ અહીંયા શાળાનું વાતાવરણ એટલું મસ્ત મજાનું હોવાથી બાળકોને ભણવામાં ભારે મજા પડે છે અને વિદ્યાર્થીઓને ભણવામાં રુચિ જોઈને વાલીઓને મનમાં તેમના સંતાનોનું ભવિષ્ય એકદમ સુરક્ષિત હોવાની સંતુષ્ઠી વ્યક્ત કરી હતી.

બાળકોને કેવું શિક્ષણ મળે તેનું પ્રત્યક્ષ જ્ઞાન કરાવવાનો હેતુ

નવતર પ્રયોગ પાછળ મુખ્ય હેતુ એ છે કે, વાલીઓને તેમના બાળકો અહીં સ્કૂલે આવી કેવું શિક્ષણ તેમજ વાણી, વર્તન, સર્વાંગી વિકાસ માટે વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવતી હોય એનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો છે. અમે દાવો કરતા નથી કે, અમે બેસ્ટ એજ્યુકેશન આપીએ છીએ એટલે જ અમે જે શિક્ષણ આપ્યું અને વિવિધ પ્રવૃતિઓ કરાવી હોય એની વિદ્યાર્થીઓએ કેટલી આત્મસાત કરી એની કસોટી કરવા વાલીઓને કલાસરૂમમાં મોકલ્યા હતા અને વાલીઓએ વિદ્યાર્થીઓના શિક્ષણના માપદંડો ચકાસ્યા હતા.

-પ્રિન્સિપાલ

હાલની જનરેશનમાં જબરી એક્ટિવિટી દેખાય

અમારી જનરેશન અને અમારા આ સંતાનોની જનરેશનમાં  હાથી ઘોડાનો ફરક છે. કારણ કે આમારી વખતે આમરા પેરેન્ટ્સને અમારા શિક્ષણ વિશે કઈ ખબર જ ન હતી. અત્યારની જનરેશન ફસ્ટ ફોરવર્ડની સાથે તેનામાં જબરી એક્ટિવિટી છે. બાળકોમાં નવું નવું શીખવાની ભારે ઉત્કંઠા છે. 2012માં મેં ગેજ્યુએશન પૂરું કર્યું છે. ત્યાર પછી નવા નવા સિલેબસ અને કેટલી બધી ટેકનોલોજી ડેવલપ થઈ છે. આજે મેં કલાસ લીધો ત્યારે ઘણીવાર તો મારા કરતાં આજની જનરેશનનમાં વધુ જ્ઞાન હોવાનું પ્રતીત થયું છે.

-એક વાલી

મોરબીની સ્કૂલમાં શિક્ષકોને બદલે

ટીચર બનવાનો અનુભવ ખૂબ જ રસપ્રદ

આવી કોઈ સ્કૂલમાં વાલીને શિક્ષક બનવાનો મોકો મળ્યો જ નહીં હોય. આ સ્કૂલે તેના શિક્ષણ જ્ઞાનની ગુણવત્તા ચકાસવા માટે અમને બધા વાલીઓને શિક્ષક બનાવીને કલાસ રૂમમાં મોકલ્યા, જો કે હું શિક્ષિત હોવ પણ હવે લગ્ન પછી ગૃહિણી હોવ અને મારી દીકરી અહીં ભણતી હોય એટલે આજે કલાસ રૂમમાં માત્ર મારી પુત્રી જ નહીં અન્ય બાળકોને ભણાવવા માટે મેં બ્લેક બોર્ડ ઉપર ડસ્ટર ચોક ઉપાડ્યા અને મારી જ્ઞાનની ક્ષમતા મુજબ મેં ભણાવ્યા એ બાબત ખરેખર મારા જીવનની યાદગાર ક્ષણ બની રહેશે.


- વાલી બહેન

મોરબીની સ્કૂલમાં શિક્ષકોને બદલે