Monday - Aug 31, 2026

બંને કિડની ફેલ, પથારીવશ, નોકરી છૂટી, અઠવાડિયામાં બે વખત ડાયાલીસીસ છતાં યુવાને હિંમત ન હારી

બંને કિડની ફેલ, પથારીવશ, નોકરી છૂટી, અઠવાડિયામાં બે વખત ડાયાલીસીસ છતાં યુવાને હિંમત ન હારી

મોરબીમાં યુવાનના ઉજ્જવળ કેરિયર બનાવી બહેતર જીવનના સપનાના મહેલને  વિધાતાએ પત્તાના મહેલની જેમ તોડી નાખ્યો પણ આત્મવિશ્વાસ અને હિંમતને સહેજ પણ ડગપગાવી શક્યા નહી

(રવિ બરાસરા) : મોરબીના શનાળા રોડ ઉપર રહેતા ક્રુપેશ હસમુખભાઈ ભટ્ટ નામના મધ્યમવર્ગીય પરિવારના યુવાને પ્રથમ કારકિર્દી માટે ભારે સંઘર્ષ કરી સારી કેરિયરથી સુખી જીવન જીવવનો પાયો નાખ્યો ત્યારે જ કુદરતે એની એવી કસોટી કરી કે એના સુખી જીવનના રંગીન સપનાઓના મહેલ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો એટલું જ નહીં હવે તો જીવનના અસ્તિત્વ માટે એને જંગ લડવો પડી રહ્યો છે. આ યુવાનની આવી કઠિન પરિસ્થિતિ જોઈને સહેજે પણ વિચાર આવે કે વિધાતા આટલી બધી ક્રૂર કેમ હોઈ શકે ?

બંને કિડની ફેલ, પથારીવશ, નોકરી છૂટી, અઠવાડિયામાં બે વખત ડાયાલીસીસ છતાં યુવાને હિંમત ન હારી

ક્રુપેશ હસમુખભાઈ ભટ્ટ નામના યુવાને એમ કોમ બીએડ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરીને 2014માં 25 વર્ષની ઉંમરે સીધા જ મોરબીની ખાનગી બેંકમાં જોઈન્ટ થઈ થોડા સમયમાં તેણે પોતાના ક્ષેત્રેમાં મહેનત કરીને મહિને પગાર 50 હજાર કમાતો થઈ ગયો હતો. આથી આ યુવાન અને તેના માવતર સુખી ભવિષ્યની કામના કરી રહ્યા હતા. પરંતુ કુદરતને આ યુવાનનું સુખ મજૂર ન હતું એમ આ યુવાનને 2018ની સાલમાં બેંકની કામગીરીની તાલીમ લેવા માટે અમદાવાદ ગયો ત્યાં અને મોરબી પરત આવ્યો ત્યારે તબિયત ખૂબ નાજુક થઈ ગઈ આખરે મોટી હોસ્પિટલમાં ટેસ્ટ સહિતની તમામ ચિકિત્સાના અંતે આ યુવાનને બંને કિડની ફેઈલ થઈ ગયાનું પરિણામ આવ્યું. તે સાંભળીને 25 વર્ષના ક્રુપેશ ભટ્ટના હોશકોશ ઉડી ગયા અને ભવિષ્ય એકદમ અંધકારમય બની ગયું. ઘરે માતાપિતાને ખબર પડી તો ઘરમાં પણ શૂન્યવકાશ છવાય ગયો હતો. અઠવાડિયામાંમાં બે  વખત ચાર ચાર કલાક ડાયાલીસીસ કરવા સિવિલ હોસ્પિટલમાં જવું પડતું હોવાથી નોકરી છૂટી ગઈ અને તે પથારીવશ થઈ ગયો, આટલું ઓછું હોય એના પિતાનું પણ અવસાન થઈ ગયું પિતા એલઇ કોલેજમાં લેબોરેટરી વિભાગમાં નોકરી કરતા તેમના પેંશનમાંથી માતા-પિતાનો ગુજારો થાય છે. છેલ્લા સાત વર્ષથી સતત ડાયાલીલીસ ઉપર મુશ્કેલભરી જિંદગી જીવે છે. જો કે તેને પરિસ્થિતિ એ શારીરિક રીતે દુર્બળ બનાવી દીધો છે. પણ હિંમત નથી હારી.  આથી જેવી પણ આ કઠિન પરિસ્થિતિ છે તેનો હિંમત હાર્યા વગર આત્મવિશ્વાસથી મુકાબલો કરીને મનમાં ક્યારેય ડર કે ચિતા ન રાખવાનું નક્કી કરી મુશ્કેલભરી પરિસ્થિતિમાં આ યુવાન હવે અંતર મનથી ખુશીથી જીવી જાણે છે.
 

બંને કિડની ફેલ, પથારીવશ, નોકરી છૂટી, અઠવાડિયામાં બે વખત ડાયાલીસીસ છતાં યુવાને હિંમત ન હારી

ડાયાલીસીસની પ્રક્રિયા અને એના ઉપર જીવવું ખૂબ જ મુશ્કેલ

ક્રુપેશ ભટ્ટ કહે છે કે, સાતેક વર્ષથી ડાયાલીસીસ પર જીવી રહ્યો છે. ડાયાલીસીસની પ્રક્રિયા દર્દી માટે ખૂબ જ પીડાદાયક છે. આ ચાર કલાક પ્રોસેસ ચાલે છે. લોહીને બદલવાની પ્રોસેસથી આખું શરીર ઘણીવાર નર્વનેસ થઈ જાય છે અઠવાડિયામાં બે દિવસ ડાયાલીસીસ કરવું પડે છે. સાત વર્ષમાં ડાયાલીસીસને કારણે હાથ ઉપર અનેક જગ્યાએ ઇંજેક્શન માર્યા છે  જે ઉપસી આવ્યા છે. પણ મને મનમાં જીવન જીવવાની ભારે હોશ છે એટલે જેટલું જીવન મળે તેટલું આવું પીડાદાયક હશે તો પણ હું હસતા મુખે જીવી જાણીશ

બંને કિડની ફેલ, પથારીવશ, નોકરી છૂટી, અઠવાડિયામાં બે વખત ડાયાલીસીસ છતાં યુવાને હિંમત ન હારી

પિતાનું આઘાતથી જ અવસાન થયું

ક્રુપેશ ભટ્ટએ ઉમેર્યું હતું કે તેના પિતા એલઇ કોલેજમાં લેબોરેટરી વિભાગમાં નોકરી કરતા હતા. જો કે તેમને કેન્સર તો થયું હતું. પણ ગભીત પરિસ્થિતિ ન હતી. આથી આ બીમારીની પરવા કર્યા વગર પિતા ખુશીથી જીવતા અને નોકરી કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. પણ મારી બંને કિડની ફેઈલ થઈ છે એવી મારા પિતાને ખબર પડતાં એ આઘાત જીરવી ન શક્યા અને ચાર પાંચ દિવસમાં જ મૃત્યુ પામ્યા હતા. એકબાજુ હું જીવન સામે જંગ લડતો હતો અને મને ટેકો આપનાર પિતાએ જ ફાની દુનિયા છોડી દેતા મારી કે કપરી હાલત થઈ છે એની કોઈ કલ્પના પણ નહીં કરી શકે.