Sunday - Nov 15, 2026

મોરબીના નવલખી રોડ ઓવરબ્રિજ નીચે ટ્રેનની અડફેટે વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ ઓવરબ્રિજ નીચે ટ્રેનની અડફેટે વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ પર રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં 60 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ઝૂંપડામાં રહેતા ભરતભાઈ રાયમલભાઈ નગાણી (ઉં.વ. 60) નવલખી ફાટક નજીકના ઓવરબ્રિજ નીચેથી રેલવેના પાટા ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પાટા પરથી પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.