Saturday - Feb 24, 2024

મોરબીમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પોષણ માહની ઉજવણી

મોરબીમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પોષણ માહની ઉજવણી

આજના સમયમાં પોષણ ખુબજ જરૂરી છે. આજે મોરબીમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત - કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સિંગના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ પ્રકારની નિયમિત વસ્તુઓ તૈયાર કરી હતી. વાનગીની સાથે સાથે કઈ વાનગીને જીવન સાથે જોડવાથી શરીરને કેવા પ્રકારના પોષણ મળે અને શું ફાયદો થાય છે તેમના ચાર્ટ સાથે દૈનિક દિનચર્યા માટે ઉપયોગ અને વર્ણન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓ અને તેમના પરિવારમાં એક પોષણ વિશેની જાગ્રતતા આવી છે.