ફાસ્ટફૂડમાંથી હાઈજીન મેઈનટેન ન કરી અને વધુ પડતો ફૂડ કલર, વાસી બટર, એક્સપાયરી ડેટ વીતી ગઈ હોઈ તેવા વાસી ખોરાક મળતા સ્થળ પર નાશ કરાયો
મોરબી : મોરબીમાં સ્વાદિષ્ટ વાનગીના નામે વાસી ખોરાક ખવડાવી જન અરોગ્ય સાથે ચેડાં કરતા ખાણીપીણીના ધંધાર્થીઓ પર મનપાની ફૂડ શાખાએ તડાપીટ બોલાવી હતી. જેમાં ફૂડ શાખાએ શહેરમાં આવેલ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કુલ 27 એકમોમાં સઘન ચેકીંગ કરતા 16 ખાણીપીણીના ધંધાર્થીઓ હાઈજીન મેઈનટેન ન કરી અને વધુ પડતો ફૂડ કલર, વાસી બટર, એક્સપાયરી ડેટ વીતી ગઈ હોઈ તેવા વાસી ખોરાકનો ઉપયોગ કરતા હોવાનું ખુલતા આ વાસી ખોરાકને સ્થળ પર નાશ કરી 16 વેપારીઓને નોટિસ ફટકારી છે.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખાદ્યપદાર્થના વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ફૂડસેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કુલ 27 એકમોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓચિંતા ચેકિંગ દરમિયાન જન આરોગ્ય સાથે ચેડાં કરવાની ગંભીર બેદરકારી બદલ 16 ખાદ્યપદાર્થનાં વેપારીને નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં સબવાવડી રોડ પર આવેલા મોમાઈ ફાસ્ટફૂડ માંથી હાઈજીન મેઈનટેન ન કરવા બાબત તથા વધુ પડતો ફૂડ કલર મળી આવતા સ્થળ પર નાશ કરાયો તથા વાસી બટરનો નાશ કરાયો હતો. મોરબી બાયપાસ રોડ પર આવેલા કૃષ્ણ કેમેલી હોટેલમાંથી વધુ પડતો ફૂડ કલર મળતા સ્થળ પર નાશ કરાયો અને એક્સપાયરી ડેટ જતી રહી હોઈ તેવા ખાદ્ય પદાર્થ મળતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો.