રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીએ પ્રભુ ભજન અને પરમાર્થ માટે દરરોજ સવારે પ્રભાતફેરી કરવાનો સાચો મર્મ સમજાવ્યો હતો. આથી અનેક ગામડાઓમાં ઘણા વર્ષોથી પ્રભાતફેરી કરવાની પરંપરા આજે પણ યથાવત રહી છે. પણ બદલાતા સમયના વહેણ સાથે હવે ડિજિટલ યુગ હોય કોઈને બે ઘડીની ફુરસદ ન હોવાથી શહેરોમાં પ્રભાતફેરી વિસરાઈ ગઈ છે. પણ મોરબીના અત્યંત વૈભવી વિસ્તારની સોસાયટીમાં આજે પણ પ્રભાતફેરીની પરંપરા ભુલાય નથી.
મોરબીના પોશ વિસ્તાર અવની ચોકડી પરની સોસાયટીના સેવાભાવી લોકો સૂરજ ઉગતા પહેલા સવારે પ્રભાતફેરી માટે નીકળે પડે છે અને આસપાસની અવની ચોકડી, અવની રોડ, શિવ પાર્ક, સુભાષ પાર્ક સહિતની સોસાયટીઓમાં શેરી વળાવું સજ્જ કરું હરિ ઘરે આવો ને.. સહિતના ભજનો ગાયને કીર્તન કરીને ઘરેઘરે ફરે છે અને ભજનો ગાય પ્રભુ ભકિત કરીને ઘરેઘરેથી અનાજ કે રોકડ રકમ કે જે મળે તે એકત્ર કરીને સેવાકાર્યોમાં ઉપયોગ કરે છે. આ એક દાયકાથી દર અગયારસે વહેલા ઉઠીને આ રીતે પ્રભાત ફેરી કરે છે. દરમિયાન આજે અગયારસે હોય આ સોસાયટીના સેવાભાવી લોકોએ ભજન કીર્તન સાથે ઘરેઘરે ફરીને રૂ.90,000 રૂપિયાનું દાન એકત્ર કર્યું હતું. તેમજ 14 મણ જેટલું અનાજ મળ્યું હતું. આ દાનની રકમથી નીરણ મોરબીના મકનસર ગામે આવેલ પાંજરાપોળ ગૌશાળાને અર્પણ કરી હતી. તેમજ અનાજનો પણ ગૌસેવા માટે ઉપયોગ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.