Friday - May 01, 2026

મોરબીમાં બંગાળી પરિવારો દ્વારા કાલીપુજા મહાઉત્સવનું ભવ્ય આયોજન

મોરબીમાં બંગાળી પરિવારો દ્વારા કાલીપુજા મહાઉત્સવનું ભવ્ય આયોજન

સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ, શ્યામા કાલીપુજા કમીટી મેમ્બર્સ ગ્રુપ દ્વારા મોરબીના 
દરબારગઢ ચોકમાં કાલીપુજાનું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવશે.ચાર દિવસ સુધી નહેરુ ગેઇટ ચોકમાં મંડપ નાખી માતાજીની આરધાના કર્યા બાદ વિસર્જન યાત્રા નીકળશે.

મોરબીમાં દરબારગઢ ચોકમાં,.૧૨ને રવિવાર થી તા.૧૫ને બુધવાર ચાર દિવસ સુધી શ્યામા કાલીપુજા કમીટી મેમર્બ્સ દ્રારા છેલ્લા ૨૬ વરસથી કાલીપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ નિર્મલભાઈ, લાલુદાસભાઈ, દિપકભાઈ, અશોકભાઈ, સદાનંદભાઈ, બાબુભાઈ, સોમનાથભાઈ, દિલુભાઈ, ભોલાભાઈ અને તમામ મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું જાજરમાન અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માં કાલીની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે.

કાલીપુજા બંગાલમાં જ નહી પરંતુ સંપુર્ણ દેશમાં પણ ધામઘુમથી ઉજવવામાં આવે છે.ચાર દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના,માં કાલીપુજા અર્ચના,ચંડી પાઠ, પુષ્પાજંલી,મહા આરતી,ખીચડી મહા પ્રસાદ,મયાર ચંડીથ, અન્ન પ્રસાદ ,ઢોલ,મહાઆરતી અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા.૧૫ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવશે.

બપોરે આરતીનો સમય : રોજ બપોરે ૧૨ થી ૧ વાગ્યા પછી, રાત્રે મહાઆરતીનો સમય રોજ રાત્રે ૯ વાગ્યા પછી રાત્રે મહા આરતી પછી ખીચડી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. વિર્સજન યાત્રા :તા.૧૫ના રોજ બુધવાર સાંજે ૫ વાગ્યા પછી નીકળશે