મોરબીના સામાંકાંઠે સોઓરડી અંદર મેઈન રોડ ઉપર આવેલ અને એક સમયે નગરપાલિકા અને ત્રાજપર ગ્રામ પંચાયત વચ્ચે વર્ષોથી પિસાતા છેવાડાના માળીયા વનાળિયા છેલ્લા બે વર્ષથી નવી ગ્રામ પંચાયત બની હોવા છતાં હજુ પણ આ ગામને પાણીનું સુખ મળ્યું નથી. જો કે ઘણા સ્થાનિક આગેવાનો પાણી ન આવવાની ગંભીર બાબત જ્ઞાતિવાદી સમીકરણને કારણભૂત ગણાવે છે. 40 વર્ષથી વિકાસ ન થવા પાછળ નેતાઓ કે તંત્રને દોષિત ન ઠેરવી શકાય પણ એક વાત નિશ્ચિત છે કે, સરકારનું જલ એ જ જીવન સૂત્ર અહીં ખોટું સાબિત થાય છે. કારણ કે, વર્ષોથી પાણીની એક એક બુંદ માટે તરસ્તા લોકોની દૂર દૂર ભટકીને જે તે વાસણમાં પાણી લઈ આવીને એ પાણીની ખૂબ જ પૈસા કરતા પણ વધુ રીતે કરકસર કરવી એવી વેદના તંત્રના બહેરા કાને ક્યારેય નહીં અથડાઈ કારણ કે રાજકારણ અને તંત્રની સંવેદના બુંઠી થઈ ગઈ છે. પાણી ન મળવા પાછળ કારણ ગમે તે હોય પણ અત્યારે સત્ય એ છે કે, આજ દિન સુધી આ ગામમાં પાણીનું એક ટીપુંય પણ આવતું નથી. એટલે બારોમાંસ પાણીની ગંભીર કટોકટી રહે છે. હજારોની વસ્તીને મજુરી કામ કર્યા બાદ સાંજે આરામ કરવાને બદલે પાણીની હૈયાહોળીમાં જોતરાય જવુ પડે છે.
માળીયા વનાળિયા ગામના સરપંચ ધનીબેન રામજીભાઈ પરમારે જિલ્લા કલેકટરને રજુઆત કરીને પાણી પ્રશ્ને સરપંચ, ઉપસરપંચ અને સભ્યો એમ આખી ગ્રામ પંચાયત બોડી પાણી પ્રશ્ને સોમવારે તા.26ના રોજ કલેકટર કચેરીએ સરપંચ, ઉપસરપંચ, ચેરમેનો, સભ્યો સહિત આખી ગ્રામ પંચાયત બોડી આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે. આ વિસ્તારના અગ્રણી રામજીભાઈ પરમાર સહિતના અગ્રણીઓ કહે છે કે, મોરબીની 1979 વર્ષેમા ભારે તબાહી મચાવનાર ભયાનક જળ હોનરાત દુર્ઘટનાના અસરગ્રસ્તો આ જગ્યાએ આવીને આશ્રય મેળવ્યા બાદ સરકારે આ આર્થિક અને સામાજિક રીતે પછાત લોકોને રહેવા માટે મકાનની તો સુવિધા આપી પણ પાણી, રોડ રસ્તા, લાઈટ, સફાઈ, ગટર સહિતની કોઈપણ જાતની સુવિધા આજદિન સુધી આપી જ નથી. માત્રને માત્ર દરેક રાજકીય પક્ષે ચૂંટણી વખતે હથેળીમાં ચાંદ દેખાડી મતો મેળવી લીધા બાદ તું કોણ અને હું કોણ એમ માનીને અત્યાર સુધીના દરેક રાજકારણીઓ એમાં પણ દરેક પક્ષ આવી જતા હોય આ બગલા ભગતોએ વિશ્વાસઘાત કરીને અમારી પીઠ પાછળ ખંજર ભોક્યું છે. ખાસ કરીને આ પાણીનો પ્રશ્ન આજકાલનો નહિ પણ પુરા 40 વર્ષનો છે. મોટાભાગના લોકો શ્રમજીવી હોય અને હજુ પણ નવા યુવાનો પણ ઘરની નબળી પરિસ્થિતિને કારણે આગળ ઉચ્ચ અભ્યાસ ન કરી શકતા ફરજિયાત ફેકટરીઓમાં મજુરી કરવી પડતી હોય અને આખો દિવસ ભારે મજુરી કામ કરીને ઘરે આવીએ ત્યારે પાણીની રામાયણ રાહ જોઇને ઉભી હોય એમ કોઈ અંતરિયાળ ગામની મહિલા પાણી માટે સખત ઉનાળામાં ચંપલ વગર બેડું માથે લઈને પાણી માટે દર દર ભટકતી હોય એવી અમારી પણ દર્દનાક પરિસ્થિતિ છે. અત્યાર સુધીમાં પાણી ન આવવા પાછળના કારણોમાં અગાઉ આ વિસ્તાર નગરપાલિકામાં આવતો હોય પણ તંત્રએ આ છેવાડાનો વિસ્તાર ઉંચો હોવાનું કહી પાણી પહોંચતું ન હોવાનું તેમજ રાજકીય પક્ષો પણ માત્ર મત માટે અમારો ઉપયોગ કરતા હોય તેમજ રાજકારણમાં પણ આ જ્ઞાતિ જે તે પક્ષની વોટ બેન્ક હોવાનું કહીને એક બે મહીં પણ પુરા 40 વર્ષ સુધી અમારી સાત હજાર જેટલી વસ્તીને તરસી રાખી છે અને 40 વર્ષથી પાણી માટે તંત્ર અને સરકાર સામે જંગ ખેલી રહ્યા છીએ.અનેક વખત ઢોલ નગારા, બેન્ડ બાજા સાથે મોરચા કાઢ્યા, બેડા સરઘસ કાઢી માટલાઓ પણ ફોડી ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવા અને આવેદન, રજુઆત તેમજ લડત ચલાવવામાં કઈ બાકી રાખ્યું નથી. જો કે સાતેક વર્ષ પહેલા એક સ્થાનિક નેતા કે જે હવે કોરોનાને કારણે આ દુનિયામાં રહ્યા ન હોય એમણે અમારો પાણીનો પોકાર સાંભળીને ઘરદીઠ 3500 રુલિયા ઉઘરાવી આ વિસ્તારથી રેલવે ક્રોસિંગ બાયપાસ કરાવી છેક ભડિયાદ પાણીના સંપ સુધી નવી પાણીની લાઇન નાખી હતી. પણ હવે ત્યના વાલ્વમેને ઉપાડો લીધો કે, તમારી આ પાઇપલાઇન ખાનગી હોય એ લાઈનમાં હું પાણી ન છીડું તેમ કહીને પાણી જ વિતરણ કરતો નથી. ત્યારે આ ગામનો એક બે, ત્રણ નહિ પણ પુરા 40 વર્ષથી પાણી માટે ચાલતો કશમોકશ જીવન સંઘર્ષ આરપારની લડાઈએ પહોંચ્યો છે. તેથી હવે જોવાનું એ રહે છે કે, ફરી નેતા, જવાબદાર તંત્ર કોણી ગોળ ચોપડશે કે કેમ?એને એની વાતોમા વિશ્વાસ કરીને ફરી લડાયકો તલવાર મ્યાનમાં કરી લેશે કે કેમ ?