Monday - Feb 17, 2025

અયોધ્યામાં સૌરાષ્ટ્ર પાટીદાર ભવનના નિર્માણ માટે મોરબી ખાતે મહાસભા યોજાઈ

અયોધ્યામાં સૌરાષ્ટ્ર પાટીદાર ભવનના નિર્માણ માટે મોરબી ખાતે મહાસભા યોજાઈ

 ભગવાન શ્રીરામની જન્મભૂમિ એટલે અયોધ્યાની એ પવિત્ર ભૂમિ પર 500 વર્ષના લાંબા સંઘર્ષના અંતે તાજેતરમાંમાં ભગવાન રામલલ્લા બિરાજમાન થતા હવે ભગવાન રામ પ્રત્યે આખા દેશ અને વિદેશમાં વસતા કરોડો શ્રધ્ધાળુઓને સાચા દિલથી ભક્તિભાવ પ્રગટ કરવા અયોધ્યા ખાતે જતા હોવાની વચ્ચે મોરબી સહિત સૌરાષ્ટ્રના પાટીદાર સમાજે તેમના સમાજના લોકોને અયોધ્યા ખાતે રામના દર્શને ગયા બાદ રહેવા જમવાની પોતાની રીતે સુવિધા ઉપલબ્ધ કરવા માટે ત્યાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ભવનનું નિર્માણનું નક્કી કરી તેની જમીનની ખરીદી માટે ફાળો એકત્ર કરવા મોરબી ખાતે સૌરાષ્ટ્રભરના પાટીદાર  સમુદાયની યોજાયેલી મહાસભામાં અંદાજિત 1 કરોડ અને 10 લાખનો ફાળો એકત્ર થયો છે.
 

અયોધ્યામાં સૌરાષ્ટ્ર પાટીદાર ભવનના નિર્માણ માટે મોરબી ખાતે મહાસભા યોજાઈ

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન માટે જતા પાટીદાર સમાજના પ્રત્યેક નાગરિકને ત્યાં રહેવા તથ્ય જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે અયોધ્યામાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ભવન બનાવવાનો નિર્ણય લઈ એ ભવન માટે ત્યાં જમીનની ખરીદી અર્થે ફાળો એકત્ર કરવા મોરબીના કેશવ પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં મહાસભા યોજાઈ હતી. જેમાં મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને કડવા પાટીદાર સમાજ મોટો જન સમુદાય ઉમટી પડ્યો હતો. પ્રથમ પ્રભુ શ્રી રામના જયઘોષ સાથે અયોધ્યામાં સમાજના ભવનની જમીન લેવા માટે દરેકને પોતાની આર્થિક ક્ષમતા અનુસાર ફૂલ નહિ તો ફૂલની પાંખડી મુજબ આર્થિક યોગદાન આપવાની હાકલ થતા જ આ મહાસભામાં ઉપસ્થિત સમાજના તમામ લોકો સારા કાર્ય માટે ઉદાર હાથે દાન આપવા પ્રચડ ઉત્સાહ દાખવ્યો હતો. જેમાં મોરબીના ઘૂંટુ ગામનાં ગોપી મંડળના રૂ. ૫,૫૧,૧૦૦થી ફાળાનું શરૂઆત થયા બાદ અંદાજિત 1 કરોડ અને 10 લાખનો ફાળો એકત્ર થયો છે. જો કે હાલ લગ્નની મોસમ હોવા છતા સારો પ્રતિસાદ મળ્યો હોય અને હજુ પણ દાન દેવા માંગતા સમાજના લોકો મોરબીમાં કોહિનૂર કોમ્પલેક્ષ ત્રીજા માળે શરૂ થયેલી ઓફીસમાં ફાળો નોંધાવી શકે છે. અયોધ્યા વિશ્વનું એક મહાન યાત્રાધામ બનવા જઈ રહ્યું છે ત્યારે સમસ્ત કડવા પાટીદારને એક તાંતણે બાંધવા તથા દરેક કડવા પાટીદાર ત્યાં શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરવા જાય તો રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા થઈ શકે તેના માટે અયોધ્યામાં સૌરાષ્ટ્ર પાટીદાર ભવન બનાવવા માટે ત્યાં જમીન લેવાની હોય દરેક કડવા પાટીદાર ભાઈઓ છુટા હાથે દાન આપીને દાનની ઝોળી છલકાવી દેવા અનુરોધ કરાયો છે.મોરબી ખાતે યોજાયેલી મહાસભાને સફળ બનાવવા અરુણભાઇ વિડજા અને અરવિંદભાઇ બારૈયા, હિતેશભાઈ, મહેશભાઈ, બાબુભાઈ ઘોડાસરા,બાબુભાઇ ગોપાણી,રામજીભાઇ સબરસ ,મનુભાઈ કૈલા અને પટેલ સમાજના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આં કાર્યક્રમનું સફળ સંચાલન એ.કે. ઠોરિયાએ કર્યું હતું.