Thursday - Apr 18, 2024

મોરબીના રવાપર ગામે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો

મોરબીના રવાપર ગામે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો

મોરબીના રવાપર ગામેં આવેલ શિવ શકિત સોસાયટી ખાતે જાહેર પાર્કીંગમાં બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂની ૨૧૫ બોટલો મળી કિ.રૂ.૯૨,૮૦૫ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૪.૯૭,૮૦૫ ના મુદામાલ સાથે એક બુટલેગરને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ટીમે ઝડપી લીધો છે.

મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી નજીક આવેલ રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતા વિપુલભાઇ નરસંગભાઇ આહીર તેની GJ-36-L-3120 નંબરની કારમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છે અને આ કાર તેના રહેણાંક મકાન સામે આવેલ જાહેર પાર્કિંગમાં હોવાથી પોલીસે ત્યાં ત્રાટકીને જોતા ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી કાર જોવા મળતા પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૧૫ કિં રૂ.૯૨,૮૦૫ તથા બ્રેઝા કાર નં- GJ-36-L-3120 કિં ३. ૪,००,००० તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦ મળી કુલ કી.રૂ.૪,૯૭,૮૦૫ નો મુદામાલ સાથે એક આરોપી વિપુલભાઈ નરસંગભાઈ બાલસરાને ઝડપી લઈ અને બીજા ફરાર આરોપી દેવજીભાઈ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.