Saturday - May 02, 2026

3500ની વસ્તી ધરાવતા ગામમાં એક નહિ પણ ત્રણ ત્રણ આંગણવાડી

3500ની વસ્તી ધરાવતા ગામમાં  એક નહિ પણ ત્રણ ત્રણ આંગણવાડી

વાંકાનેરના લુંણસર ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા છે.જેમાં વર્ષોથી જળ કટોકટીના કારણે ગામલોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગામમાં નર્મદાની લાઈન હોવા છતા ખૂબ જ ઓછું પાણી આવે છે. આથી બે ત્રણ દિવસે એકવાર જ પાણી નસીબ થાય છે. નર્મદાની લાઈન વાટે પાણી વિતરણ તો કરવામાં આવે છે. પણ નર્મદાના સંપમાંથી અપૂરતું પાણી આવતું હોય અને એની સામે 3500 વસ્તી હોવાથી પાણી આખા ગામને પૂરું પડતું નથી.

વાંકાનેર તાલુકાના  લુણસર ગામના સરપંચ મનીષાબેન અલ્પેશભાઈ વસિયાણીએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખત પેહલાનું જૂનું ગામ હોય આ ગામમાં હાલ 3500 ની વસ્તી હોય આ વસ્તી મોટાભાગે ખેતી પર નિર્ભર હોય છતાં  સિંચાઇની સુવિધા ન હોવાથી ગામની ખેતી વરસાદ આધારિત છે. વરસાદ થાય ત્યારે એક પાક લઈ શકાય છે. ગામલોકોના આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. આ ગામમાં પ્રાથમિક એટલે 1થી8 ધોરણની સ્કૂલ,  ગામમાં એક નહિ પણ ત્રણ ત્રણ આંગણવાડી, ગામની અંદરના અમુક રોડ રસ્તા  બાકી છે. તેમજ 100 ટકા ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, કચરાના નિકાલ માટે વાહનની સગવડ આપી છે. તિથવાખડા, ગાજીયાવંદર અને મનરાથર સહિતના ત્રણેક કાચા માર્ગ હોય એને પાકા કરવાની માંગ છે.આ ગામને જોડતો સીટી તરફનો મુખ્ય રસ્તો ખખડધજ હોવાથી અગાઉ ધારાસભ્યને રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.