Saturday - May 02, 2026

મોરબીમાં હિન્દૂ સંગઠનો અને કોંગ્રેસ આમને સામને : એકબીજા ઉપર ગંભીર આક્ષેપ

મોરબીમાં હિન્દૂ સંગઠનો અને કોંગ્રેસ આમને સામને : એકબીજા ઉપર ગંભીર આક્ષેપ

મોરબીમાં હિન્દૂ સંગઠનો અને કોંગ્રેસે આમને સામને આવી જતા મામલો થોડો ગરમાયો હતો.જો કે પોલીસની હાજરીથી બાજી જરાઈ બગડી ન હતી. પણ બન્ને એકબીજા ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા.

વિપક્ષી નેતા રાહુલ ગાંધીના સંસદમાં આપેલા હિન્દુ હિંસક નિવેદન પર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ નજીક આજે સાંજે હિન્દુ સંગઠનો અને કોંગ્રેસે આમને સામને આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં હિન્દુ સંગઠનોએ રાહુલ ગાંધીનાં પોસ્ટર પર શાહી લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બન્ને પક્ષે સામસામે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું..જ્યારે બજરંગ દળે એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સામાપક્ષે કોંગ્રેસે પણ હિન્દૂ સંગઠનો ઉપર આક્ષેપ કર્યો હતો કે, બજરંગ દળ જાણે ભાજપના એજન્ટ અને દલાલ બનીને કોંગ્રેસ ઓફીસ પર વિરોધ કરવા આવ્યા હતા. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો હતો.