Thursday - Feb 12, 2026

ખાનગી કોલેજ જેવો જ સરકારી કોલેજોમાં ફી વધારો કરી નાખતા હવે વાલીઓમાં આક્રોશ

ખાનગી કોલેજ જેવો જ સરકારી કોલેજોમાં ફી વધારો કરી નાખતા હવે વાલીઓમાં આક્રોશ

મોરબીમાં મેડિકલ કોલેજમાં ફી વધારા મામલે વાલીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધારાસભ્ય અને કલેકટર ને રજુઆત કરી સરકારી કોલેજની ફીમાં કરેલો ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી

મોરબી : મોરબી જિલ્લામાં મોડે મોડે સરકારી મેડિકલ કોલેજ મળી હોય ઉપરથી હવે સરકારે મેડિકલ કોલેજની ફીમાં ભારે વધારો ઝીકી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી ફરી વળી હતી અને સરકારી કોલેજમાં ખાનગી કોલેજ જેવો ફીમાં વધારો ઝીકી દિધાના આરોપ સાથે સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ અને વાલી સમુદાયે સરકારી મેડિકલ કોલેજની ફીમાં કરેલો ભાવ વધારો પરત ખેંચવાની ધારાસભ્ય અને કલેક્ટર રજુઆત કરી હતી.
 
ખાનગી કોલેજ જેવો જ સરકારી કોલેજોમાં ફી વધારો કરી નાખતા હવે વાલીઓમાં આક્રોશ
ખાનગી કોલેજ જેવો જ સરકારી કોલેજોમાં ફી વધારો કરી નાખતા હવે વાલીઓમાં આક્રોશ

મોરબીમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલી મંડળએ રૂબરૂ કલેકટર અને ધારાસભ્યને રજુઆત કરતા કહ્યું હતું કે, સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રે ફીનું ઊંચું ધોરણ લાગુ કરવામાં આવ્યું છે. આ ફી ખૂબ જ મોટી હોય સામાન્ય કે મધ્યમ વર્ગ ભરી શકે એવી તેમની આર્થિક ક્ષમતા જ હોતી નથી. કારણ કે એક પરિવારમાં સામાન્ય બે કે ત્રણ સંતાનો હોય પણ ફિનું ધોરણ ઊંચું હોય સામાન્ય કે નોકરી કરતા પરિવારો પોતાના બે ત્રણ સંતાનોને ભણાવી શકતા જ નથી. સરકારે હમણાં ફી વધારો જાહેર કર્યો તે સામાન્ય તો ઠીક મધ્યમવર્ગને પણ પરવડતો નથી. પણ વાલી સમુદાય પોતાના સંતાનોની ઉજ્જવળ કારકિર્દી ઇચ્છતા હોવાથી આ વઘારેલી ફિનું ધોરણ ઘટાડવા એટલે મેડિકલમાં અગાઉ જે ફી નું ઓછું ધોરણ હતું તેવું જ ફીનું ધોરણ રાખવાની વાલી મંડળ વતી મસોત કલ્પેશભાઈ હરજીવનભાઈએ માંગ કરી છે. સરકાર દ્વારા મેડિકલ કોલેજમાં ફીમાં ભારે વધારો કર્યો હોય જે વિદ્યાર્થીઓ માટે ઘણો જ બોજારૂપ છે. આનાથી વાલી સમુદાય ભાંગી પડશે. 

ખાનગી કોલેજ જેવો જ સરકારી કોલેજોમાં ફી વધારો કરી નાખતા હવે વાલીઓમાં આક્રોશ

જો ખાનગી કોલેજો જેવો જ ફી વધારો કર્યો હોય તો આ સરકારી કે અર્ધ સરકારી કોલેજ કેવી રીતે ગણાય ? જ્યારે સરકાર ગાય વગાડીને શિક્ષણ ક્ષેત્રે ભારતનું ગુજરાત રોલ મોડેલ હોવાની દુહાઈ અપાતી હોય તો ભણે ગુજરાત સહિતના નારાઓ વ્યર્થ ગણાય છે. સરકારી કોલેજોમાં ફીનું ધોરણ નીચું રહે તો જ એ કોલેજ સરકારી કે અર્ધ સરકારી ગણી શકાય એમ મેડિકલ સ્ટુડન્ટ ધ્રુવા સાણજાએ જણાવ્યું હતું.

ખાનગી કોલેજ જેવો જ સરકારી કોલેજોમાં ફી વધારો કરી નાખતા હવે વાલીઓમાં આક્રોશ