Saturday - Apr 04, 2026

હળવદના રાયસંગપુરમાં ગામે જૂની અંદાવતમાં યુવાનની હત્યા કરનાર બે ઝબ્બે

હળવદના રાયસંગપુરમાં ગામે જૂની અંદાવતમાં યુવાનની હત્યા કરનાર બે ઝબ્બે

હળવદના રાયસંગપુર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઇ લોલાડીયા અગાઉ આરોપી ગૌતમ કરમણભાઇ લોલાડીયા અને વિપુલ કરમણભાઇ લોલાડીયાની બહેનને ભગાડી ગયો હોય જેનું મનદુઃખ રાખી ગઈકાલે બન્ને આરોપીઓએ શામજીભાઈના ઘરમાં ઘુસી છરી અને પાઇપ વડે હુમલો કરતા શામજીભાઈ બાબુભાઇ લોલાડીયાનું મોત થતા આ બનાવ હત્યામાં તબદીલ થયો હતો. આથી પોલીસે ખૂની હુમલો અને હત્યાનો ગુન્હો નોંધી બન્ને આરોપીઓ ગૌતમ કરમણભાઇ લોલાડીયા અને વિપુલ કરમણભાઇ લોલાડીયાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.