હળવદ : હળવદ તાલુકાના લીલાપુર ગામે સહદેવભાઈ જાદવની વાડીએ રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોળી બોરીયાદ ગામના વતની રસિકભાઈ ચંદુભાઈ રાઠવાની નસવાડી તાલુકાના વંકલા ગામે સગાઈ નક્કી કરવામાં આવી હતી. જો કે, રસિકભાઈને આ સગાઈ પસંદ ન હોય મનોમન લાગી આવતા ગત તા.22 ઓક્ટોબરના રોજ લીલાપુર ગામે વાડીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.