Friday - Feb 13, 2026

માટેલ પાસેના કારખાનામાં સીડી ઉપરથી પડી જતા યુવકનું મોત

માટેલ પાસેના કારખાનામાં સીડી ઉપરથી પડી જતા યુવકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સુજોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ રાજસ્થાનના વતની યોગેશ ઉર્ફે અજય ભીમરાજ ગુર્જર ઉ.28 નામનો યુવક ગઈકાલે લેબર કોલોનીમાં બીજા માળે લોખંડની સીડી ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.