હળવદ : હળવદ માળીયા હાઇવે પર આવેલ હોનેસ્ટ હોટેલ પાસે ગત તા.1 નવેમ્બરના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં જીજે - 01 - ડબ્લ્યુડબ્લ્યુ -99 નંબરના રેન્જ રોવર કારના ચાલકે જીજે - 36 - એજી - 1101 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક અર્પિત અનિલભાઈ વિસાણી અને બાઈક પાછળ બેઠેલા શિવમભાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી રહે.જુના રાયસંગપર તા.હળવદ વાળાઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા શિવમભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતા વિષ્ણુભાઈ હિંમતલાલ ત્રિવેદીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રેન્જ રોવર કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.