મોરબી પંથકના દરેક ગામડાઓમાં ગૌશાળા કાર્યરત છે. જો કે વર્ષોથી ગામના યુવાનો પેઢી દર પેઢી વારસામાં મળેલા સંસ્કાર અનુરૂપ ગાયોની સેવા કરે છે. વેલ એજ્યુકેડ થયેલા અને સમાજમાં મોભાદાર પદવી મળ્યા બાદ પણ ગામની ગૌશાળાના નિભાવની વાત આવે ત્યારે પદ, મોભો બધું જ વિસરાય જાય છે અને એકમાત્ર ગૌશાળાની સેવા જ યાદ રહે છે. કોઈ ગામે નાટકો દ્વારા કે કોઈ ગામે પ્રસંગોમાં ઢોલ ત્રાંસા વગાડીને ગૌમાતાની સેવા કરવામાં આવે છે. આવી જ રીતે એક ગામમાં ઢોલ ત્રાંસા વગાડીને ગૌમાતાની સેવા કરવામાં આવી રહી છે.
મોરબીના ઊંચી માંડલ ગામે જય બજરંગ યુવક ગ્રુપના નેજા હેઠળ ગામના યુવાનો જુદી જુદી સેવા પ્રવૃત્તિ કરે છે. આ સેવા પ્રવૃતિઓ અન્યો માટે પ્રેરણાદાયી બની છે. આ જય બજરંગ યુવક ગ્રુપના નેજા હેઠળ ગામના યુવાનોને જ્યાં પણ પ્રસંગનો ઓર્ડર મળે ત્યાં જઈને એ પ્રસંગમાં મન અને દિલથી જોરદાર ઢોલ ત્રાંસા વગાડે છે. જેથી લોકો પણ મન મુકીને રૂપિયાની ઘોર કરે છે. એ બધા રૂપિયા સેવા કાર્યમાં વપરાય છે. આ ઢોલ ત્રાસા જ્યાં પણ વગાડે ત્યાંથી ઑર્ડર પ્રમાણે મહેનતાણું તેમજ ઘોરની બક્ષિસ એ બધું જ મળતું હોવાથી ગામની આ એક નહિ પણ 11 ગૌશાળાની સેવા કરવામાં આવે છે. તેમ છતાં પણ કોઈ બીજી ગૌશાળા કે અન્ય કોઈ સારા કાર્ય માટે મદદની જરૂર પડે તો આ યુવાનોનું ગ્રુપ ત્યાં પણ મદદ માટે ખડેપગે રહીને તેમની મદદ કરે છે.હાલ 1 હજાર કિલોનો માલ મંગાવી 300 કિલો સુખડી બનાવી છે. આ સુખડી પશુઓ માટે હોય એટલે કેટલાક એવું વિચારતા હોય એ લોકો માટે બનાવાતી હોય એવી સુખડી હોતી નથી. પણ આ એક ગેર માન્યતા છે. આ સુખડી એકદમ શુદ્ધ રીતે બનાવાય છે. તેમાં કોઈ ભેળસેળ હોતી નથી. લોકો પણ ખાઈ શકે છે. એટલી શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે. આ ગૈસેવા માટે ક્યારેય કંટાળો કે થાક લાગતો નથી. એના બદલે ભીતરમાં એક અનોખ આનંદની અનુભૂતિ થાય છે જે દરરોજ સેવા કાર્ય માટે પ્રેરે છે.
આજના યુવાનો મોટાભાગે મોબાઈલની દુનિયામાં જ રચ્યા પચ્યા જ રહે છે. પણ અહીંયા તો એટલે મોરબીના આ ઉંચી માંડલ ગામના યુવાનો જરૂરી કામ સિવાય ક્યારેય પણ ફોનનો ઉપયોગ કરતા નથી. આ યુવાનોએ ગૌસેવા માટે પોતાની જાત સમર્પિત કરી દીધી છે. આથી આ બજરંગ ગ્રુપના રવિભાઈએ જણાવ્યું હતું કે, જય બંજરંગ ગ્રુપના યુવાનો 2011ની સળથી ઢોલ ત્રાસા વગાડીને 11 ગૌશાળાની સેવા કરે છે.15 જેટલા યુવાનો ગૌમાતાની સેવા કરે છે.અહીંથી વાંકાનેર, ખીજડિયા, કનેસરા, રાજકોટ ઉપર અને મહેસાણા સુધી ગૌશાળાની ગયો માટે સુખડીનો જથ્થો પેકિંગ કરી મોકલાય છે.