Saturday - May 16, 2026

વાંકાનેરના રસિકગઢ ગામે 1થી5 સુધીની જ સ્કૂલ, આગળ અભ્યાસ માટે 10 કિમિ દૂરના ધક્કા

વાંકાનેરના રસિકગઢ ગામે 1થી5 સુધીની જ સ્કૂલ, આગળ અભ્યાસ માટે 10 કિમિ દૂરના ધક્કા

વાંકાનેરના રસિકગઢ ગામે શિક્ષણની સુવિધાની ખામી સામે આવી છે. જેમાં  હાઇસ્કુલ સુધીના શિક્ષણની વાત તો દૂર રહી પણ પ્રાથમિક શિક્ષણની પણ પૂરતી સુવિધા નથી. આ ગામમાં 1થી5 ધોરણ સુધીની સ્કૂલ છે. આગળ ભણવું હોય તો દસ કિમિ દૂર વાંકાનેર રોજ અપડાઉડ કરવું પડે અથવા ત્યાં જ રહેવું પડે છે. આવી સ્થિતિમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અદ્ધવચ્ચે જ અભ્યાસ છોડી દેવાની નોબત આવે છે.

વાંકાનેરના રસિકગઢ ગામે 1થી5 સુધીની જ સ્કૂલ, આગળ અભ્યાસ માટે 10 કિમિ દૂરના ધક્કા

વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામના સરપંચ મહમદ યાસીન આહમદ માથકિયાએ જણાવ્યું હતું કે તેમનું ગામ આશરે 100 વર્ષ જૂનું છે અને હાલ આ ગામની વસ્તી 579 જેટલી હોય અને આ વસ્તી ખેતી ઉપર નિર્ભર હોવા છતાં ગામમાં પિયત માટે કેનાલની સુવિધા છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે મચ્છુ  1 કેનાલમાંથી એક જ વખત ખેતી માટે પાણી મળે છે. એટલે સીઝનમાં એક વખત પાક લઈ શકાય છે  બાકીની સિઝનોમાં બોર અને કુવા ઉપર આધાર રાખવો પડે છે. જો કે ગામમાં સારો વરસાદ પડે ત્યારે પાણી અને પાકનું ઉજળું ચિત્ર સામે આવે છે.બાકી વરસાદ ન થાય તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. એટલે આ ગામની ખેતી કાયમી રીતે હરિભરી રહે તે માટે સિંચાઇની સુવિધા આપવાની ગ્રામજનોએ માંગ કરી છે. આ ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોય ચાર કિમિ દુર જવું પડે છે. ગામમાં રોડ રસ્તા, ભુગર્ભ ગટર 80 ટકા કંપલેટ, આંગણવાડી, સફાઈ માટે વાહન સહિતની સુવિધા ન હોય ગ્રામ પંચાયતને જાતે જ કચરાનો નિકાલ કરવો પડે છે. ગામના કેરાળા, ગારીયાના માર્ગો કાચા હોય પાકા કરવાની માંગ છે. ઉપયોગ એક ખાસ નોંધવા જેવી બાબત છે કે, મચ્છુ નદીના કાંઠે આ ગામ આવેલું હોય ત્યાં એક ચેકડેમ 2017માં તૂટી ગયો  અને આ બાબતની અનેક રજુઆત છતાં તૂટી ગયેલો ચેકડેમ રીપેર ન કરાતો  હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કેનાલમેગી એક જ સિઝનનો પાક લઈ શકાતો હોય જ્યારે ચેકડેમ રીપેર થઈને ભરાય જાય તો ખેડૂતો સીઝનમાં ગમે ત્યારે પાણી લઈને પાક મેળવી શકે એમ હોય સિંચાઇ વિભાગ આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.