Saturday - May 02, 2026

મોરબીમાં હવે આડેધડ વાહન પાર્કિગ કરનારની ખેર નહિ રહે : ટોઇંગની કામગીરી શરૂ

મોરબીમાં હવે આડેધડ વાહન પાર્કિગ કરનારની ખેર નહિ રહે : ટોઇંગની કામગીરી શરૂ

ટોઈગ વાહન ખરાબ થઈ જતા એક વર્ષ પછી નવું વાહન મળતા ફરી વાહન ટોઇંગની કામગીરી પાર્ટ ચડી

મોરબી : મોરબીમાં હવે આડેધડ ટુ-વ્હીલર મુકતા પહેલા લોકોએ ધ્યાન રાખવું પડશે. કારણકે ટ્રાફિક પોલીસ પાસે ટોઇંગ વાહન આવી જતા ટુ-વ્હીલરને ટોઇંગ કરવાનું શરૂ કરી દીધું છે.

મોરબીમાં ટુ-વ્હીલર ટોઇંગ કરવાનું વાહન કન્ડમ થઈ જતા ટોઇંગ બંધ કરવામાં આવી હતી. અંદાજે એક વર્ષ જેટલા સમય પછી હવે ટ્રાફિક પોલીસને આ વાહન મળી ગયું છે. જેથી ટુ-વ્હીલર ટોઇંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી આડેધડ મુકેલ ટુ-વ્હીલર હાજર દંડથી છૂટી જતા હતા. પરંતુ હવે ટુ-વ્હીલરને સીધા ટોઇંગ જ કરી લેવામાં આવશે. લોકોમાં એવી પણ માંગ ઉઠી છે કે ઉમિયા સર્કલ અને સ્કાય મોલ પાસે આડેધડ ફોર વ્હીલ પાર્ક થાય છે. ફોર વ્હીલ પણ ટોઇંગ કરવામાં આવે તો આ સમસ્યામાંથી મુક્તિ મળે.

મોરબીમાં હવે આડેધડ વાહન પાર્કિગ કરનારની ખેર નહિ રહે : ટોઇંગની કામગીરી શરૂ