મોરબી: રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS (National Means-Cum-Merit Scholarship) 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શિક્ષણ ક્ષેત્રે શાળાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર પંથકમાં પોતાનું નામ રોશન કર્યું છે.
પરિણામની ઝલક:
શાળા: વનાળિયા પ્રાથમિક શાળા (જિ. મોરબી)
પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓ: 15 (ધોરણ 8)
ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ: 14
એકંદર પરિણામ: 93%
વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના કુલ 15 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 14 વિદ્યાર્થીઓએ ખૂબ જ સારા મેરીટ સાથે પરીક્ષા પાસ કરીને શાળાને 93% જેટલું ઊંચું અને શ્રેષ્ઠ પરિણામ અપાવ્યું છે.
આ ગૌરવવંતી ક્ષણે શાળાના આચાર્યશ્રી, તમામ મહેનતુ શિક્ષકગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના અધ્યક્ષ તથા તમામ સદસ્યો અને વિશેષમાં ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સૌએ આ તેજસ્વી તારલાઓને તેમની મહેનત બદલ ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદી પાઠવી છે, તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.