મોરબીના પીપળીયા ચાર રસ્તા થી મોડપર તરફ જવાના રસ્તા ઉપર થી ટવેરા ગાડી રાત્રિના સમયે પસાર થઈ હતી ત્યારે કોઈ કારણસર ટવેરા ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ચાર મહિલા સહિત નવ લોકોને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
મોરબી તાલુકા ની પીપળીયા ચોકડી થી મોડપર તરફ જવાના રસ્તા ઉપરથી ટવેરા ગાડી અને રાત્રિના સમયે પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ટવેરા ગાડી પલટી મારી ગઇ હતી જેથી કરીને અકસ્માત નો બનાવ બન્યો હતો જે બનાવમાં અર્પિતા પંકજભાઈ બદ્રા (28), કેસરબેન કરમશીભાઈ બદ્રા (70), પ્રભાબેન ભરતભાઈ બદ્રા (42), વનીતાબેન સતિષભાઈ ગજરા (45), સતિષભાઈ કરમશીભાઈ ગજરા (43), મેહુલ વિઠ્ઠલભાઈ ગોંડલીયા (24) કરમશી ખીમજીભાઈ બદ્રા (50) ભરત રામજીભાઈ બદ્રા (50), અને પંકજ ભરતભાઈ ભાનુશાળી (31) રહે બધા જામનગર વાળાઓને ઈજા થઇ હોવાથી ઇજા થતા તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે