Saturday - Feb 14, 2026

સરતાનપર રોડ ઉપર ભારે પવનને કારણે પતરૂ પડતા 4 ઘાયલ

સરતાનપર રોડ ઉપર ભારે પવનને કારણે પતરૂ પડતા 4 ઘાયલ

મોરબી : સરતાનપર રોડ ઉપર ગત રાત્રીના સમયે ભારે પવનને કારણે પતરૂ માથે પડતા 4 લોકોને ઇજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. આ ચારેય ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગત રાત્રીના મોરબી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. પવનના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થયું છે. તેવામાં ગત રાત્રીએ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક સામેના ભાગમાં પતરાના નવા સેડમાં રહેતા દેવરાજભાઈ કરમશીભાઈ ભીલવાડ, સાનિયા સલીમભાઈ કારવા, નસીમબેન સલીમભાઈ કારવા અને ફરજાનાબેન સલીમભાઈ કારવા નામના ચાર લોકોને પતરા ઉડીને માથે આવતા ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં જવામાં આવ્યા હતા.