ગઈકાલે રાત્રે ઠેરઠેર તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આથી ખેતીને ભારે નુકસાન થયું હોવાની ખેડૂતો રાવ કરી રહ્યા છે. ત્યારે શિવપુર ગામે કમોસમી વરસાદથી કેરીના તૈયાર પાકને નુકસાન પહોંચતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો.
શિવપુર ગામના ખેડૂત વિપુલભાઈ ગામીના જણાવ્યા મુજબ ગતરાત્રે મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાકાવાની સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. તેમને ગામી ફાર્મમાં 600 આંબા હોય તેમના કાકાના ફાર્મમાં 450 લીંબુના રોપા હોય ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી આ કેરીના તૈયાર પાકમાં અને લીબુમાં ભારે નુકસાન થયું હતું. 30 થી 40 ટકા જેટલો કેરીનો તૈયાર માલ અને લીંબુના માલને નુકશાન થયું છે.