Friday - Jun 12, 2026

માળીયાના જુના ઘાટીલામાં ધાર્મિક કાર્યક્રમમાં ભરવાડ સમાજના ગાંગાંદાદાએ નાગદેવતા સ્વરૂપે દર્શન દીધાની માન્યતા

માળીયાના જુના ઘાટીલામાં ધાર્મિક કાર્યક્રમમાં ભરવાડ સમાજના ગાંગાંદાદાએ નાગદેવતા સ્વરૂપે દર્શન દીધાની માન્યતા

મોરબી : માળીયા મીં. તાલુકાના જુના ઘાટીલા ગામે ભરવાડ સમાજના પવિત્ર ગાંગાદાદાના મંદિરે તેમની પુણ્યતિથિ નિમિતે મોટા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત તા.3,4,5ના રોજ હવનની સાથે લોકડાયરો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ભરવાડ સમાજના આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના આશરે 7 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને ભરવાડ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી ગાંગાદાદાની તિથિ નિમિતે ભજન અને ભોજનનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો.આ દરમિયાન બે વખત નાગદેવતાએ દર્શન દીધા હતા. તેથી ભરવાડ સમાજે આ પવિત્ર કાર્યમાં નાગદેવતા સ્વરૂપ સ્વંય દાદાએ દર્શન દીધા હોવાંની શ્રદ્ધા વ્યક્ત કરી  હતી. આ હવન નિમિતે દ્વારકા પગપાળા એક સંઘ નીકળ્યો છે. આ સંઘ 15 તારીખે દ્વારકા પોંહચશે જ્યાં પણ ભવ્ય ભજન અને ભોજનનું આયોજન કરવામાં આવશે, ત્યાં પણ ભવ્ય ડાયરો યોજાશે. જ્યારે જુના ઘાટીલા ગામે યોજાયેલા ડાયરામાં રાજદીપ બારોટ, ચંદ્રિકાબેન આહિર, પાયલબેન ભરવાડે ભજનની રંગત જમાવી હતી.