મોરબી:- મોરબીનાં નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોરબીની વિવિધ સરકારી શાળામાં વિના મૂલ્યે 15000, જેટલા ફુલ સ્કેપ ચોપડા નું વિતરણ કરાયું હતું,
જેમાં એમ.પી. શેઠ. ગર્લ્સ હાઈસ્કૂલની તમામ વિધાર્થીનીઓ ને શાળા સંચાલકોની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું, તેમજ વી. સી. હાઈસ્કૂલ, અને એન. જી. મહેતા હાઈસ્કૂલ, સહિતની મોરબી શહેર ને તાલુકાની સરકારી શાળાઓમાં મંદિરના સેવાભાવી ટ્રસ્ટી દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું,
શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ભક્તો દ્વારા આવતી તમામ આવક સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવે છે. જેમાં મંદિરમાં ચાલતુ સાર્વજનીક દવાખાનું હોય કે ગાયોના ઘાસચારા કે ગરીબ દિકરીઓના સમુહલગ્ન સાથે નવરાત્રી મહોત્સવનું પણ ખૂબ સુંદર આયોજન વિગેરે એવી અનેક સેવાકીય પ્રવૃતિઓમાં વાપરવામાં આવે છે.