Sunday - May 03, 2026

હળવદના ખેતરડી ગામે જુગાર રમતા નવ ઝબ્બે

હળવદના ખેતરડી ગામે જુગાર રમતા નવ ઝબ્બે

હળવદ : હળવદ પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હળવદ તાલુકાના ખેતરડી ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બળદેવભાઇ વિરજીભાઇ દેકાવાડીયા, મહેશભાઇ હરજીભાઈ દેકાવાડીયા, લાખુભાઇ ઉર્ફે લાખાભાઇ ધીરૂભાઇ ડુમાણીયા, શૈલષભાઇ ગનીભાઇ દેકાવાડીયા, મહિપતભાઇ સાદુરભાઇ દેકાવાડીયા, અવચરભાઇ જેસીંગભાઇ દેકાવાડીયા, ટીનાભાઈ ચતુરભાઈ દેકાવાડીયા, દેવજીભાઇ પોપટભાઇ દેકાવાડીયા અને આરોપી હર્ષદભાઇ ચંદુભાઇ બોરાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 17,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.