Sunday - May 03, 2026

માળીયા અને ખાખરેચીમા વરલી મટકાનો જુગાર રમતા બે ઝબ્બે

માળીયા અને ખાખરેચીમા વરલી મટકાનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા પોલીસે માળીયા શહેર અને ખાખરેચી ગામે બે અલગ અલગ દરોડામાં જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા બે શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામના પાટિયા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી લતીફભાઈ હૈદરભાઈ કાજેડીયા રહે.માળીયા મિયાણા વાળાને રોકડા રૂપિયા 350 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા શહેરમા માસુમસા પીરની દરગાહ પાસેથી આરોપી સિકંદર ઉર્ફે સિકલો મુસ્તકભાઈ કાજેડીયા રહે.માળીયા વાળાને રોકડા રૂપિયા 400 અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.