Sunday - May 03, 2026

મોરબીના વજેપરમા દારૂ ભરેલી રીક્ષા સાથે સગીર ઝબ્બે, એકનું નામ ખુલ્યું

મોરબીના વજેપરમા દારૂ ભરેલી રીક્ષા સાથે સગીર ઝબ્બે, એકનું નામ ખુલ્યું

મોરબી : મોરબી શહેર જિલ્લામાં બાળમજૂરીના અનેક બનાવો વચ્ચે બાળમજૂરીનો અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વજેપરમાં દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે એક તરુણ મળી આવતા પૂછતાછમા દેશી દારૂના બે ધંધાર્થીઓએ તરુણને કામે રાખી રીક્ષા ચાલવા આપી દારૂની હેરફેર કરાવતા હોય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તેમજ બન્ને દેશી દારૂના ધંધાર્થી વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વજેપર સાયન્ટિફિક રોડ ઉપરથી બાતમીને આધારે વોચ ગોઠવી જીજે - 27 - ટીબી - 9335 નંબરની સીએનજી રીક્ષા અટકાવી ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ રીક્ષામાંથી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને 100 લીટર દેશી દારૂ ભરેલા બૂંગિયા સાથે ઝડપી લઈ રૂપિયા 20 હજારનો દેશી દારૂ, એક મોબાઈલ રૂ.5000 તેમજ 50 હજારની રીક્ષા કબજે કરી તરુણની પૂછતાછ કરતા દેશી દારૂનો આ જથ્થો વીસીપરામાં રહેતા નિજામ હૈદરભાઈ જેડાએ ભરી આપ્યો હોવાનુ અને વજેપરમાં રહેતી મનીષાબેન સુરેશભાઈ થરેશાને આપવાનો હોવાનું કબૂલાત પોલીસે પ્રોહીબિશન એકટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.