મોરબી:મોરબીના ભુત પરિવાર અને ગુજરાત માટે ગૌરવની લાગણી જગાડતા સમાચાર છે. મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ (New Era Global School) માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નીહાન પ્રકાશભાઈ ભુતે રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રિયાલિટી શો "India's Greatest Talent Show" માં જ્વલંત વિજય મેળવ્યો છે.
આ શોનું આયોજન અગ્રવાલ પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નીહાને પિયાનો પ્લે (Piano Play) કેટેગરીમાં પોતાનું અદભુત પ્રદર્શન કરીને વિજેતા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધાનું ટેલિકાસ્ટ ZTV / 9XM ચેનલ પર કરવામાં આવ્યું હતું.
સંગીત જગતના દિગ્ગજોએ કર્યા વખાણ.
નીહાનના પર્ફોમન્સની સંગીત જગતના દિગ્ગજોએ ખૂબ પ્રશંસા કરી હતી. ખાસ કરીને, "Sa Re Ga Ma" ના વિજેતા અને બેસ્ટ પ્લેબેક સિંગર મહેશ મોયલ તરફથી નીહાનને "Best Singer Kids" નું વિશેષ પ્રશંસાપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
નીહાનની સફળતામાં પરિવારનો સહયોગ.
નીહાનની આ મોટી સફળતા પાછળ તેના માતા-પિતા, મમ્મી, અને ખાસ કરીને પિતા પ્રકાશભાઈ ભુત નો ખૂબ જ મોટો સહયોગ રહેલો છે. નીહાનની આ અદભુત પ્રદર્શનથી તેના ભુત પરિવારમાં અને વતન ગામ સજનપર માં હર્ષ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. પરિવારે સાથ અને સખત મહેનત દ્વારા પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. નીહાનને આ સિદ્ધિ બદલ સૌ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.