સમયસર 181 અભયમ ટીમની મદદ મળી જતા મહિલાની જિંદગી રોળાતા બચી
મોરબી : મોરબીમાં એક સજ્જનની મદદથી 181 અભયમ ટીમની સમયસર મદદ મળી જતા માનસિક અસ્વસ્થ મહિલાની જિંદગી રોળાતાં બચી હતી..જેમાં આ મહિલા માનસિક અસ્વસ્થતાને કારણે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ ભૂલી પડી ગઈ હતી. આથી એક અજાણી મહિલાને ગુમસુમ હાલતમાં જોતા કોઈએ જાણ કરતા 181 અભયમ ટીમે ત્યાં દોડી જઈને મહિલાનું કાઉન્સેલિંગ કરી તેના પિતાને બોલાવી સોંપી દીધી હતી.
મોરબીમાં 8 ઓક્ટોબરે એક વ્યક્તિએ 181 અભયમને કોલ કરીને એક અજાણી મહિલા એકલી બેઠી હોય અને ગુમસુમ હાલતમાં હોવાની જાણ કરતા મોરબી અભયમની ટીમના કાઉન્સિલર પટેલ સેજલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ રસિકભાઈ સ્થળ પર દોડી ગયા હતા અને અભયમ ટીમે પહેલા મહિલાને સાંત્વના આપી કાઉન્સિલિંગ કરતા કરવા છતાં તેઓ ક્યાં રહે અને ક્યાંથી આવ્યા તે સહિતની તેના નામ સરનામાં અને પરિવારજનોની અગત્યની માહિતી મળી ન હતી. આથી આજુબાજુના વિસ્તારમાં તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા આ મહિલાની પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની અરજી થયેલી હોવાથી તેમના પિતાનો ફોનથી સંપર્ક કરી સ્થળ પર બોલાવતા તેમના પિતા સ્થળ પર આવતા તેમની દીકરી તેમના પિતાને ઓળખી જતા આ મહિલાને તેમના પિતાને સોંપી હતી.પણ મહિલાના પિતાને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ ચાલુ હોવાથી પણ માનસિક અવસ્થતાને કારણે તેમની દીકરી ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી. આથી અભયમની ટીમે તેના પિતાને પુત્રીની બોરબર કાળજી લેવાનું સમજાવી બન્ને પિતા પુત્રીનું મિલન કરાવ્યું હતું.