વાંકાનેર : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગર -1માં રહેતા દિલશાન ઉમરદીનભાઈ મીરાશી ઉ.17 નામના કિશોરને કોઈ વાતનું માઠું લાગી આવતા પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.