મોરબી: મોરબી તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ તાલુકા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિના માહોલ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન નીચીમાંડલ ગામની માધ્યમિક શાળા ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી તાલુકાના વિવિધ સરકારી અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ ખાસ હાજરી આપી હતી, જેમાં મામલતદાર (મોરબી ગ્રામ્ય) સી.આર. નિમાવત, તથા તાલુકા વિકાસ અધિકારી (TDO)જયદિપભાઈ વણપરીયા,પોલીસ વિભાગ એસ.કે. ચારેલ (તથા પોલીસ સ્ટાફ)સરપંચ (નીચીમાંડલ)પ્રદ્યુમનભાઈ ઘનશ્યામભાઈ કુંડારીયા
આ પ્રસંગે મોરબી તાલુકા વહીવટી તંત્ર અને મામલતદાર કચેરીના તમામ સ્ટાફ દ્વારા ગ્રામજનો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
નીચીમાંડલ માધ્યમિક શાળાના પટાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો.