Thursday - Jul 02, 2026

મોરબીમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 'કર્મવીરો' અને કલાકારોનું શાનદાર સન્માન.

લેકટર અને SPના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત

મોરબી: મોરબીમાં આજે 77માં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને કલા જગતના શ્રેષ્ઠ પ્રતિભાઓને ઉચ્ચ અધિકારીઓ બિરદાવ્યા હતા.

મોરબી જિલ્લામાં અલગ-અલગ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા અને વર્ષ દરમિયાન પોતાની ફરજમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાનું નામ રોશન કરનાર કલાકારોનો સન્માન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં 'કર્મયોગીઓ'ને બિરદાવવામાં આવ્યા હતા.મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા (SP), અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પૂરા ખંત અને નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓનો જુસ્સો વધારવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આ સમારોહમાં વહીવટી વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત અને આરોગ્ય વિભાગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

જેમણે પોતાની રૂટીન ફરજ ઉપરાંત કપરી પરિસ્થિતિમાં પણ પ્રશંસનીય કામગીરી કરી હતી, તેઓની વિશેષ નોંધ લેવામાં આવી હતી.આ ઉપરાંત, કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે મોરબી જિલ્લાનું ગૌરવ વધારનાર સ્થાનિક કલાકારોને પણ અધિકારીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, "સરકારી તંત્રની છબી સુધારવામાં અને પ્રજા સુધી યોજનાઓ પહોંચાડવામાં પાયાના કર્મચારીઓની ભૂમિકા મહત્વની હોય છે. જ્યારે કલાકારો સમાજમાં ચેતના જગાડવાનું કામ કરે છે."સન્માનિત થયેલા તમામ મહાનુભાવોને કલેકટર અને એસપીના હસ્તે પ્રશસ્તિપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.