Thursday - Jul 02, 2026

મોરબીમાં ભૂકંપગ્રસ્ત મોતના માચડા જેવી બિલ્ડીગોને હટાવવાનું તંત્રને 25 વર્ષમાં એકેય વાર મુહૂર્ત ન મળ્યું !

મોરબીમાં ભૂકંપગ્રસ્ત મોતના માચડા જેવી બિલ્ડીગોને હટાવવાનું તંત્રને 25 વર્ષમાં એકેય વાર મુહૂર્ત ન મળ્યું !

અગાઉ નગરપાલિકાએ અને હવે મનપાએ પણ માત્ર નોટિસ સિવાય કોઈ કાર્યવાહી ન કરતા હવે આસપાસના લોકોને ભગવાન જ બચાવી શકે

મોરબી : 26 જાન્યુઆરી 2001ના ગોઝારા ભુકપે મોરબીમાં પણ વિનાશ વેંર્યો હતો. આ ભૂકંપની સૌથી વધુ મોરબીના ગીચતા ધરાવતા ગ્રીનચોકની અનેક નાની મોટી સાંકડી શેરીઓ અસર થઈ હતી. આ સાંકડી શેરીમાં અનેક મકાનો પત્તાના મહેલની જેમ આંખના પલકારામાં જ કાટમાળમાં ફેરવાય ગયા હતા. તેમાં કેટલાક લોકો આ કાટમાળ હેઠળ દટાઈ જતા બચવાની જરાય તક મળી ન હતી. એના અસરગ્રસ્તો આ ગોઝારા ભૂકંપને ક્યારેય નહીં ભૂલી શકે. પણ કુદરતી આપદા કરતા પણ હવે તંત્રના પાપે આસપાસના લોકોને જીવ ગુમાવવો પડે તેવી કલ્પના ન કરી શકાય હકીકત સામે આવી છે. જેમાં આજે વિનાશક ભૂકંપને 25 વર્ષ પુરા થયા છતાં આ વિસ્તારના સાંકડી શેરીઓ મોતના માચડા સમાન લટકતી જોખમી ઇમારતોને હટાવવાનું તંત્રને ક્યારેય મુર્હત ન મળ્યું, એ આસપાસના લોકો માટે ખૂબ જ જીવ તાળવે ચોંટી જાય એવી આઘાતજનક બાબત છે. કારણ કે તેમના જીવ ઉપર પૂરેપૂરું જોખમ છે.

મોરબીમાં ભૂકંપગ્રસ્ત મોતના માચડા જેવી બિલ્ડીગોને હટાવવાનું તંત્રને 25 વર્ષમાં એકેય વાર મુહૂર્ત ન મળ્યું !

ગ્રીનચોક અંદર આવેલી સાંકડી શેરીમાં રહેતા જીજ્ઞેશભાઈ જૈનએ જણાવ્યું હતું કે, ગ્રીનચોક અંદર આવેલી માધણી શેરી અને ખોખણી શેરીમાં આવેલ સાત જેટલી ઇમારતો ભૂકંપમાં કારમી થપાટને કારણે એટલી હદે ખંડિત થઈને જોખમી બની ગઈ છે. આ સાત આઠ ઇમારતો ગમે ત્યારે પડે તેમ છે. પડું પડુંની હાલતમાં રહેલી આ ઇમારતોમાંથી અવારનવાર નાના મોટા કાટમાળ પડે છે.આ ભૂકંપગ્રસ્ત મકાનો રાજાશાહી વખતના હોય એટલે 1979ના આવેલા પુર હોનારતમાં ડબલ માળના મકાનો ડૂબી ગયા હતા. એટલે નુકશાન તો ત્યારે થયું જ હશે. આમ છતાં એ મકાનો મજુબતીથી ઉભા હોય પણ ભુકપે જવાબ દઈ દીધો હતો. આથી આ સાંકડી શેરીમાં હાલ સાત આઠ આ જુના ડબલ માળના મકાનો ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભીતિને કારણે ગીચતા ધરાવતા આ આસપાસના અનેક મકાનોમાં રહેતા લોકોને અહીંથી નીકળવાની મજબૂરી હોય એટલે નીકળતી વખતે ગમે ત્યારે એ જોખમી ઇમારતમાંથી નાના મોટા કાટમાળ પડતા હોય લોકોના મનમાં કંપારી છૂટી જાય છે. ગંભીર દુર્ઘટના સર્જાઈ તેવી દહેશતથી સ્થાનિકો થરથર કાપી રહ્યા હોય મનપા જડ વલણ ન છોડતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

મોરબીમાં ભૂકંપગ્રસ્ત મોતના માચડા જેવી બિલ્ડીગોને હટાવવાનું તંત્રને 25 વર્ષમાં એકેય વાર મુહૂર્ત ન મળ્યું !

નોટિસ પે નોટિસ ક્યાં સુધી ?

સ્થાનિક રહીશ રાજુભાઈ દવેએ જણાવ્યું હતું કે, આ માધાંણી શેરીમાં સાતેક અને નાની બજારમાં આવેલા વોરા વાડ વિસ્તારમાં પણ ત્રણેક મકાનો ગમે ત્યારે પડે તેવી હાલતમાં હોવાથી સ્થાનિકોની સલામતી માટે આવા જોખમી મકાનો દૂર કરવાની અગાઉ નગરપાલિકા અને હવે મહાપાલિકાને અનેક રજુઆત કરી છે. પણ તંત્ર માત્ર નોટિસ પે નોટિસ એમ અનેક નોટિસ ફટકારીને કામગીરી કર્યાનો સંતોષ માને છે. જો કે જોખમી મકાનો હટાવવાને બદલે એ મકાનો ઉપર નોટિસ લગાવી આ મકાનો ભયજનક હોય અહીંથી પસાર થતી વખતે સાવચેત રહેવાની  સુફોયાણી સલાહ આપે છે. હકીકતમાં આ મકાનોમાં કોઈ રહેતું ન હોય એ લોકો ફોરેનમાં રહેતા હોય તંત્રએ એનો કોન્ટેક કરી નિયમ મુજબ કાર્યવાહી કરવી જોઈએ. એના બદલે માત્ર નોટીસથી કામ ચલાવતા કોઈનો ભોગ લેવાશે તો જવાબદાર કોણ ?

મોરબીમાં ભૂકંપગ્રસ્ત મોતના માચડા જેવી બિલ્ડીગોને હટાવવાનું તંત્રને 25 વર્ષમાં એકેય વાર મુહૂર્ત ન મળ્યું !

એક બાળકી સહિત બે વ્યક્તિઓ પર કાટમાળ પડ્યો

માધાંણી શેરીમાં આવેલા આ બિલ્ડીગો એટલી હદે ખખડી ગયા છે કે તેમાંથી વારંવાર નાના મોટા કાળમાળ એની મેળે મેળે નીચે પડે છે. તાજેતરમાં એક નાની બાળકી ટ્યુશને જવા માટે અહીંથી પસાર થઈ કે તુરંત જ તેના પર કાટમાળ પડ્યો હતો અને તેને ઇજા પહોંચી હતી. આવી જ રીતે હમણાં જ એક વ્યક્તિ પ્રસંગ માટે અહીં આવ્યા ત્યારે એમની માથે પણ કાટમાળ પડ્યો હતો અને તેમને પણ ઇજા થઇ હતી. તંત્ર 25 વર્ષમાં એકય વાર યોગ્ય કાર્યવાહી ન કરતા હવે સ્થાનિક લોકોને ભગવાન જ બચાવી શકે તેવી પરિસ્થિતિ છે.

મોરબીમાં ભૂકંપગ્રસ્ત મોતના માચડા જેવી બિલ્ડીગોને હટાવવાનું તંત્રને 25 વર્ષમાં એકેય વાર મુહૂર્ત ન મળ્યું !

મનપા દેખાવ પૂરતી નોટંકી કરી

મનપાના એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે એ મકાનો જોખમી હોવાથી થોડા સમય પહેલા જેટલો જોખમી ભાગ હતો એ હટાવી દીધાનો દાવો કર્યો હતો. પણ આખા મકાનો હટાવ્યા ન હતા. આ અંગે કોઈની માલિકીના હોય પરમિશન વગર હટાવી ન શકાય તેવું બહાનું આગળ ધર્યું હતું. જો કે વાત પરમિશનની આવતી હોય એ લેવી તંત્ર માટે કોઈ મોટી વાત નથી અને જ્યાં જાહેર હિતની સલામતીની વાત આવે ત્યાં તંત્રએ એક ક્ષણનો પણ વિલંબ કરવો જોઈએ નહીં.

મોરબીમાં ભૂકંપગ્રસ્ત મોતના માચડા જેવી બિલ્ડીગોને હટાવવાનું તંત્રને 25 વર્ષમાં એકેય વાર મુહૂર્ત ન મળ્યું !