Sunday - Jul 05, 2026

ઇન્ડિયન લાયોનેસ ક્લબ ઓફ મોરબી દ્વારા નવા હોદ્દેદારોની વરણી.

ઇન્ડિયન લાયોનેસ ક્લબ ઓફ મોરબી દ્વારા નવા હોદ્દેદારોની વરણી.

મોરબી:- હંમેશા પોતાની આગવી ઢબના કારણે સેવાકીય પ્રવૃત્તિ કરતું મોરબી ઇન્ડિયન લાયનેસ ક્લબના વર્ષ 2025/26ના નવા હોદ્દારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાને પ્રેસિડેન્ટ તથા મનીષાબેન ગણાત્રાની સેક્રેટરી તરીકે વર્ણી કરવામાં આવી છે, ગત વર્ષના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ તેમની યાદીમાં જણાવ્યું હતું કે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પૂનમબેન હિરાણી, કામિનીબેન સિંગ, સાધનાબેન ઘોડાસરા, તથા હીનાબેન પંડ્યા ની નિમણૂક કરવામાં આવે છે. તેમ જ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈ તથા જોઈન્ટ ટ્રેઝરર તરીકે સુનિતાબેન દોશી, કોમલબેન, તેમજ પૂર્વીબેનને જવાબદારી સોંપવામાં આવી છે. રોહિત સેક્રેટરી તરીકે હીનાબેન પરમાર,પાયલબેન આશરને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ઉમાબેન સોમૈયા, નિમિષાબેન ખન્ના, ઇલાબેન દોશી તેમજ પુનિતાબેન છૈયાને સર્વનું મતે જવાબદારી સોંપવામાં આવી છે. આ તકે ફાઉન્ડર શોભનાબા ઝાલા સિનિયર કાઉન્સિલર પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા આઈ.પી.પી મયુરબેન કોટેચાએ આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ઇન્ડિયન લાયોનેસ ક્લબ ઓફ મોરબી દ્વારા નવા હોદ્દેદારોની વરણી.