મોરબી : વાંકાનેર તાલુકાના જોધપર ગામે શેરીમાં છોકરા રમવા બાબતે અગાઉ માતાપુત્રીને પાડોશીઓ સાથે થયેલા ઝઘડામાં નજીવી બાબતનો ખાર રાખી ચાર મહિલાઓ સહિતના છ આરોપીઓએ ઝઘડો કરી લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ભાવુબેન કિસનભાઇ સોલકી ઉ.વ.35 નામના મહિલાએ પાડોશમાં જ રહેતા આરોપી વાલાભાઇ દેવાભાઇ રાઠોડ, રાહુલભાઇ હમીરભાઇ રાઠોડ, નાગલબેન વાલાભાઇ રાઠોડ, રેખાબેન રાહુલભાઇ રાઠોડ, કુંજલબેન વાલાભાઇ રાઠોડ અને આરોપી દેવુબેન હમીરભાઇ રાઠોડ બધા રહે.જોધપર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ સાથે અગાઉ છોકરા રમવા બાબતે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી તમામ આરોપીઓએ એકસંપ કરી ફરિયાદી ભાવુબેન તેમજ તેમની પુત્રી શિવાની પર લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.