મોરબી : ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા યુવકની ભત્રીજીને ભગાડી જનાર શખ્સે ગઈકાલે સવારે મોરબીના શનાળા નજીક રાજપર ચોકડી પાસે યુવાન સાથે ઝઘડો કરી ગાળો આપી પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા અને ચાની હોટેલ ચલાવતા લાખાભાઇ વજાભાઇ કલોતરા ઉ.39 નામના યુવાને આરોપી મેરુભાઇ જીવણભાઇ ખાંભલા અને આરોપી અજય મેરુભાઇ ખાંભલા રહે. શનાળા પટેલ સમાજ વાડી સામે મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ ગઈકાલે સવારે રાજપર ચોકડી પાસે ઉભા હતા ત્યારે આરોપી અજય ખાંભલા અગાઉ તેમની ભત્રીજીને ભગાડી ગયો હોય જેના મનદુઃખનો ખાર રાખી ઝઘડો કર્યો હતો અને બાદમાં બન્ને આરોપીઓએ ઢીકાપાટુનો મૂઢ માર મારી ગાળો આપી લોખંડનાપાઇપ વડે ડાબા પગમાં તથા વાસાના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હુમલાના આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.