Monday - Apr 27, 2026

મોરબીના નારણકા ગામે પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા મોટા સંપની જરૂર

મોરબીના નારણકા ગામે પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા મોટા સંપની જરૂર

મોરબીનું નારણકા ગામ આમ તો બધી રીતે સુખી સંપન્ન અને હરિભરી ખેતીથી સમૃદ્ધ છે. પણ આ ગામને પાણીનો પ્રશ્ન વર્ષોથી સતાવી રહ્યો છે. જેમાં પાણીનો સંપ ઘણો જૂનો હોય હવે નવો પાણીનો સંપ બનાવવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. ઉંચો સંપ હોય તો ગામમાં મોટર ચાલુ નો કરવી પડે. હાલ બરવાળાથી પાણી આવે છે અને ગામમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે.

નારણકા ગામે ભવિષ્યમાં  ક્યારેક બે ત્રણ કે વધુ દિવસનો પાણીનો કાપ આવે તો સંપમાં પાણી ભરેલું હોય તો બે ત્રણ દિવસ ગામમાં પાણીનો કોઇ વાંધો નો આવે. તેમાંય જો બરવાળાથી પાણી ન આવે તો ગામમાં ભયંકર પાણીની કટોકટી સર્જાઈ એમ છે અને ગામમાં કોઈ પાસે 2 હજાર લીટર પાણીનો સંગ્રહ કરી શકે તેવી વ્યવસ્થા જ નથી. બહુમાં બહુ તો 1 હજાર લીટર હોય પણ એમાં નાહવા અને કપડાં ધોવાના હોય છે.જ્યારે ગામની બરોબરનો મુખ્ય રસ્તો છે.એ રસ્તા પર બે એસટી બસ આવતી હોય પણ આ રસ્તો ડામરનો હોય સીસીરોડ કરવાની જરૂર છે. એટલે આ રસ્તામાં ગામની જ્યાં સુધી હદ હોય ત્યાં સુધી સીસીરોડ બનાવવો જોઇએ. 14ની વસ્તી ધરાવતા અને આશરે 150 વર્ષ જુના આ ગામમાં બે ત્રણ જગ્યાએથી ફરતા ફરતા હાલ વર્ષોથી અહીંયા ગામ સ્થાપી છે.મોટાભાગના લોકો ખેતી પર આધારિત હોય આ ગામમાં નિશાળ, આંગણવાડી, મંદિરો સહિતની સવલતો છે.તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

મોરબીના નારણકા ગામે પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા મોટા સંપની જરૂર