Sunday - Aug 16, 2026

મહેન્દ્રનગર ચોકડી પાસે સ્ટોર્મ વોટર પાઇપલાઇનની કામગીરીને અવરોધરૂપ દબાણો હટાવ્યા

મહેન્દ્રનગર ચોકડી પાસે
સ્ટોર્મ વોટર પાઇપલાઇનની કામગીરીને અવરોધરૂપ દબાણો હટાવ્યા

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં સ્ટોર્મ વોટર પાઇપલાઇનનું કામ કરવાનું હોવાથી રસ્તા પરના નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 

મહેન્દ્રનગર ચોકડી પાસે
સ્ટોર્મ વોટર પાઇપલાઇનની કામગીરીને અવરોધરૂપ દબાણો હટાવ્યા

મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર નકુમ કિશોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહેન્દ્રનગર ચોકડીથી પાછળ પાણીની ટાંકી સુધી સ્ટોર્મ વોટર પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં નડતરરૂપ થતા નાના-મોટા દબાણો જેમ કે દુકાનોની બહાર કાઢવામાં આવેલા પતરાના છાપરા અને ઓટલાઓ દૂર કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અંદાજિત કુલ 70 થી 80 જેટલી દુકાનોની આગળના છાપરા અને ઓટા સહિતના અન્ય દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં પણ સમયાનુસાર તમામ પતરા અને દબાણો હટાવી લેવામાં આવશે. પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી રહી છે.