Saturday - Jul 04, 2026

મોરબીમાં નેશનલ સ્પોર્ટ ડે ઉજવાશે કલેકટર કે.બી. ઝવેરી.

મોરબીમાં નેશનલ સ્પોર્ટ ડે ઉજવાશે કલેકટર કે.બી. ઝવેરી.

મોરબી:- મોરબીમાં આગામી નેશનલ સ્પોર્ટ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેવું તો મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જણાવવામાં આવેલ છે રમત ઉત્સવ અને સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવશે તેવું તેમને જણાવ્યું હતું.

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે તારીખ 29 ઓગસ્ટ એટલે કે ભારત દેશનું ગૌરવ વધારનાર એવા આપણા દેશના હોકીના ખ્યાતના પ્લેયર ધ્યાનચંદજીનો જન્મદિવસ છે, અને તે દિવસને આપણે નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવીએ છીએ માટે રાજ્ય સરકારે પણ આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે. જે માટે તારીખ 30 ઓગસ્ટના રોજ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રમત ઉત્સવ યોજવામાં આવશે અને ત્યારબાદ તારીખ 31 ઓગસ્ટના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે રાજ્ય સરકાર તરફથી હવે આગળની સૂચના આવશે તે પ્રકારે આયોજન કરવામાં આવશે જેની વધુ માહિતી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.