મોરબી:- આજે તારીખ ૨૧/૮/૨૦૨૫ ના રોજ મોરબી ખાતે બે અલગ અલગ સ્થળે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ મોરબીના પ્રકૃતિ પ્રેમી તરીકે ઓળખાતા પ્રાણજીવનભાઈ કાલરિયા ના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું, આ આયોજન મધૂરમ ફાઉન્ડેશનના મધુસૂદન પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. બંને સ્થળપર મળીને રોપા વિતરણમાં લોકોનો અદભૂત પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં 400 થી વધુ રોપાઓ પલવારમાં વિતરણ થઈ ગયા હતા,