2 ડિસેમ્બર 2023થી ₹81.58 કરોડના ખર્ચે શરૂ થયેલું કામ ઓક્ટોબર 2025માં પુર્ણ થવાની વચ્ચે 65 ટકા કામ પૂર્ણ થયાનો દાવો
(RB NEWS એનાલિસિસ રવિ બરાસરા) : મોરબીના સામાકાંઠા વિસ્તારને શહેર સાથે જોડતા મુખ્ય માર્ગ પર નટરાજ રેલવે ફાટક પાસે ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપવા શરૂ કરાયેલા ઓવરબ્રિજની કામગીરી સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ હજુ અધૂરી છે. 2 ડિસેમ્બર 2023ના રોજ ભૂમિપૂજન સાથે શરૂ થયેલા આ ઓવરબ્રિજનું કામ ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઓક્ટોબર 2025ની મુદત વીતીને 10 મહિના જેટલો સમય પસાર થયા બાદ પણ બ્રિજ સંપૂર્ણ તૈયાર થયો નથી. આ પ્રોજેક્ટનું કામ અમદાવાદની રણજીત બિલ્ડકોન કંપનીને સોંપવામાં આવ્યું હતું અને અંદાજે રૂ. 81.58 કરોડના ખર્ચે 37 પિલર પર ટ્રાયેન્ગલ આકારનો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનો એક છેડો ત્રાજપર ચોકડી તરફ અને બીજો છેડો મહેન્દ્રનગર ચોકડી તરફ જોડાવાનો છે.
સરકારી દાવા કરતા ગ્રાઉન્ડ લેવલની કામગીરીનો અલગ જ ચિતાર
આશરે 2 દાયકા નટરાજ ફાટકે ઓવરબ્રીજ બનાવવાનું લોકો સ્વપ્ન સેવી રહ્યા હતા અને અગાઉ નગરપાલિકાના અનેક વર્ષો સુધી જનરલ બોર્ડના એજન્ડામાં ઠરાવ પાસ થતા પણ નટરાજ ફાટકે ઓવરબ્રીજ બાંધવામાં લખધીર ગેઇટ પોલીસ ચોકી અવરોધરૂપ ગણાતી હોવાથી કામ વિરોધ વચ્ચે કામ ઠેલાતું હોય અંતે રાજાશાહી વખતની ઇમારતને યથાવત રાખી બાજુમાં કેસરબાગમાંથી ઓવરબ્રીજ પસાર કરવાની મંજૂરી મળ્યા બાદ 2023માં કામ શરૂ થતાં લોકોને મુદત પ્રમાણે આ કામ પૂર્ણ થઈ જવાની આશા હતી. પણ મનપા, રેલવે તંત્ર અને એજન્સીની અણધડ કામગીરીને કારણે ગોકળગતીએ કામ ચાલી રહ્યું છે. જો કે ઓવરબ્રિજની કામગીરી અંગે સત્તાવાર રીતે 65 ટકાની આસપાસ કામ પૂર્ણ થયાનું દર્શાવવામાં આવી રહ્યું છે, જ્યારે સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ મુજબ ઘણું કામ બાકી હોય એવું લાગે છે. ગ્રાઉન્ડ લેવલે જોતા અમુક જગ્યાએ પિલર ઉપર સ્લેબ હોય તેમજ રેલવે ટ્રેક ઉપરનો ભાંગમાં તો કામ થયું જ નથી અને ત્રાજપરના છેડે તો પિલરનું કામ પણ બાકી છે. જેના કારણે નટરાજ ફાટક પર વર્ષોથી ચાલતી ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને હજુ સંપૂર્ણ રાહત મળી શકી નથી.
રેલવેની ડિઝાઇન બદલાતા કામગીરી અટવાઈ
ઓવરબ્રિજના વિલંબ પાછળનું મુખ્ય કારણ રેલવે વિભાગ સાથે જોડાયેલી ડિઝાઇન હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં સિંગલ રેલવે ટ્રેકને ધ્યાને રાખીને રેલવે તરફથી ડિઝાઇન આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ રેલવે દ્વારા ડબલ ટ્રેકનું આયોજન કરવામાં આવતા બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવો પડ્યો હતો. ડિઝાઇનમાં આ ફેરફાર અને નવી મંજૂરીની પ્રક્રિયાને કારણે બ્રિજની કામગીરી આગળ વધવામાં વિલંબ થયો છે.
ભૂગર્ભ અને પાણીની લાઈનનું કામ પણ અસરકારક બન્યું
બ્રિજના રૂટમાં આવતી ભૂગર્ભ લાઈન તથા પાણીની લાઈનને ખસેડવાની કામગીરીને કારણે પણ અગાઉ કામની ગતિ પર અસર પડી હતી. મહારાણા પ્રતાપ સર્કલ પાસેની ભૂગર્ભ લાઈન તથા કેસરબાગ વિસ્તારમાં પાણીની લાઈનને લગતી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમ છતાં રેલવેની નવી ડિઝાઇનના કારણે બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં વધુ સમય લાગી રહ્યો છે.
એક પિલરની ગુણવત્તાની દ્રષ્ટિએ રિજેક્ટ થયો
નટરાજ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન માત્ર ડિઝાઇનના ફેરફારનો જ મુદ્દો સામે આવ્યો નથી, પરંતુ પિલરની ગુણવત્તાને લઈને પણ ગંભીર ખામી મળી હતી. મનપાની એન્જિનિયરિંગ ટીમ દ્વારા કરવામાં આવતા રૂટીન ચેકઅપ દરમિયાન એક પિલરનું બાંધકામ નિયત ધોરણ મુજબ ન થયાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસમાં પિલર માટે જરૂરી M-35 ગ્રેડની સામે M-33 ગ્રેડનું કામ થયેલું હોવાનું સામે આવતા પિલરને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંબંધિત પિલર તોડી નાખી તેને નિયમ મુજબની ગુણવત્તા સાથે નવેસરથી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને પિલરનું પુનઃબાંધકામ કરવામાં આવ્યું હતું.
રેલવે ટ્રેક સિવાયનું કામ માર્ચ 2027માં પૂર્ણ થઈ જવાનો દાવો
ઓવરબ્રીજમાં રેલવેની ડિઝાઇન છેલ્લી ઘડીએ રેલવે તરફથી ફેરફાર કરવામાં આવ્યા આખા કામમાં પણ ફેરફાર કરવા પડ્યા હતા. આ રેલવેની ડબલ ટ્રેકની ડિઝાઇનને આધારે હવે ઓવરબ્રીજ બની રહ્યો છે.આથી કામમાં વિલંબ થયો હોય અને રેલવે ટ્રેક સિવાયનું ઓવરબ્રીજનું સંપૂર્ણપણે કામ માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થઈ જવાનો દાવો કર્યો છે. જો કે રેલવે ટ્રેકનું કામ અલગથી એની ડિઝાઇન મુજબ કરવાનું હોવાથી રેલવેના કન્સલ્ટ