Thursday - May 21, 2026

નપાવટ દીકરાનું શરમજનક કૃત્ય : ટંકારાના સજ્જનપર ગામે પિતાને ભગાવી-ભગાવીને માર્યા

નપાવટ દીકરાનું શરમજનક કૃત્ય : ટંકારાના સજ્જનપર ગામે પિતાને ભગાવી-ભગાવીને માર્યા

ધાર્મિક કાર્ય બાબતના ઝઘડાનો ખાર રાખી પિતાનો હાથ ભાંગી નાખી નાનાભાઈના પત્નીને ધમકી આપી

ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ગામે કળિયુગી શ્રવણ એવા પુત્રએ ધાર્મિક કાર્ય કરવા બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી વાડીએ જઈ પિતાને દોડાવી દોડાવી લાકડી વડે માર મારી હાથ ભાંગી નાખવાની સાથે નાનાભાઈની પત્નીને પણ ગાળો આપી પતાવી દેવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા અંજનાબેન ગોપાલભાઇ ધોળકિયા ઉ.વ.32 નામના પરિણીતાએ આરોપી જેઠ નરસીભાઈ વાલજીભાઈ ધોળકિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ ધાર્મિક કાર્ય કરવા મુદ્દે આરોપી જેઠ નરસીભાઈને ફરિયાદીના સસરા વાલજીભાઈ દેવાભાઈ ધોળકિયા સાથે બોલાચાલી થઈ હોય જે બાબતનો ખાર રાખી આરોપી નરસીભાઈ ગત તા.16ના રોજ સવારે વાડીએ આવ્યા હતા અને પિતા વાલજીભાઈને લાકડી વડે માર મારતા પિતા ભાગવા લાગતા પાછળ જઈ માર મારી હાથ ભાંગી નાખ્યો હતો.બાદમાં ફરિયાદી અંજનાબેનને પણ આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.